Jai Hind

બગસરામાં સિંહ-સિંહણ બે બચ્ચા સાથે કબ્રસ્તાનમાં આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

વન વિભાગની ટીમે સિંહ પરિવારને તાત્કાલિક ખસેડ્યો

હાલમાં બગસરા પંથકમાં સિંહ અને દીપડાના આટા ફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલના રોજ અહીના હુડકો વિસ્તારમાં સિંહ દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે સવારના સમય દરમિયાન કબ્રસ્તાનની અંદર સિંહ પરિવારે ધામા નાખવામાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ બાબતની જાણ વન વિભાગને થતા વન વિભાગની સમગ્ર ટીમ તત્કાલ ઘટના સ્થળે દોડી આવેલી હતી. અને લોકો પર આવી પડેલી મુશ્કેલીને થોડીવારમાં જ દૂર કરવામાં આવી હતી. અને આ સિંહ પરિવાર દ્વારા કોઈ જાનહાની કરવામાં આવે તે પહેલા જ વન વિભાગ દ્વારા પ્રસંસનીય કામગીરી કરી આ સિંહ પરિવારને સલામત સ્થળે ખદેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ફોરેસ્ટર જી. એ.ભુવા, રેપિડ એક્શન સ્ટાફ એમ.એમ.ચૌહાણ, એમ.પી. વાઢીયા, રોજમદાર મહેશભાઈ માટીયા સહિતની સમગ્ર ટીમ જોડાઈ હતી. વધુમાં વન વિભાગ આ સિંહ પરિવાર પર નજર રાખીને કોઈ જાનહાની ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે.