દીપડીને લઈને વન વિભાગની પ્રેસનોટે સવાલો ઉભા કર્યા
સરપંચના પ્રતિનિધિએ દરવાજો ખોલતા જ દીપડીએ દર્શન દીધા : તાત્કાલિક વન તંત્રને જાણ કરાઈ 5 કલાકની જહેમત બાદ બેભાન કરી દીપડી પાંજરે પુરાઈ
માતાજીના મઢનો દરવાજો ખોલ્યોઅને સામે મોત ઊભું હતું! એક ક્ષણનો ગભરાટ જીવલેણ સાબિત થઈશક્યો હોત, પરંતુ હિંમત, સમજદારી અને સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ગીરગઢડા તાલુકા ના ફુલકા ગામના જાપા વિસ્તારમાં મહિલા સરપંચની વાડીમાં આવેલા માતાજીના મઢમાં દીપડી ઘૂસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મઢનો દરવાજો ખોલવા ગયેલા મહિલા સરપંચના પ્રતિનિધિ પુત્ર જાદવભાઈ બાબુભાઈ વાઘેલા સામે અચાનક દીપડી આવી ગઈ હતી. દીપડી તેમને જોઈને ઊભી થઈ અને તેમની તરફ આગળ વધવા લાગી હતી.છતાં જાદવભાઈએ ગભરાટમાં દોડાદોડ કે બૂમાબૂમ કરવાને બદલે અદભૂત હિંમત અને સમજદારી દાખવી. તેઓ ધીમે ધીમે પાછળ હટ્યા અને દીપડી બહાર ન આવે તે માટે મઢનો દરવાજો બંધ કરી દીધો.
આ એક ક્ષણની સમજદારીથી માત્ર જાદવભાઈનો જીવ જ બચ્યો સાથે, ખુંખાર દીપડી ને પણ ગામમાં ખુલ્લી ફરતી ન રહે તેની કાળજી રાખીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.માહિતી મળતાં જ ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડ હેઠળની ટીમ સ્થળ પર પહોંચી હતી. મઢનો દરવાજો બંધ હોવાથી દીપડી અંદર જ સુરક્ષિત રીતે કેદ હતી. વન વિભાગે આસપાસનો વિસ્તાર સુરક્ષિત કર્યો અને મઢની બહાર પાંજરું ગોઠવી દીપડીને બહાર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો.પરંતુ દીપડી પાંજરામાં જવા તૈયાર ન હોતી. તે મઢની અંદર જ છુપાઈને બેસી રહી હતી પાંચ કલાકો સુધીના પ્રયાસો બાદ અંતે વેટરનરી તબીબની મદદ લેવામાં આવી. દીપડીને બેભાન કરવામાં આવી અને લગભગ 4થી 5 કલાકની જહેમત બાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં વન વિભાગની ટીમ સફળ રહી હતી.બાદમાં દીપડીને વધુ તપાસ અને આરોગ્ય નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં હવે રેસ્ક્યૂ ઓપરેશન કરતાં પણ વધુ ચર્ચા વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટને લઈને થઈ રહી છે.સ્થાનિક લોકો અને ઘટના ના મુખ્ય સાક્ષી એવા જાદવભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ,દીપડીનજરેપડ્યાબાદતેમણેપોતાની સમજદારી થી મઢનો દરવાજો બંધ કર્યો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.પરંતુ ઘટનાના આશરે 9 કલાક બાદ રાત્રિના સમયે વન વિભાગ દ્વારા મીડિયા ગ્રુપમાં જાહેર કરવામાં આવેલી વિગતોમાં અલગ જ વર્ણન જોવા મળ્યું હોવાનું નજરે પડ્યું હતું વિગતો મા‘માતાજીના મઢ’ને બદલે ‘ઓરડી’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઓરડીનો દરવાજો વનવિભાગના સ્ટાફ દ્વારા બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હોવાનું સામે આવ્યું છે.અહીંથી જ સવાલ ઊભો થાય છે કે જ્યારે દરવાજો પહેલેથી જ બંધ હતો, તો પછી વન વિભાગના સ્ટાફે દરવાજો બંધ કર્યો હોવાનીવિગતો પ્રેસનોટમાં સત્ય થી વિપરીત કેવી રીતે આવીઅધિકારી ને ખુશ રાખવા ધટનાની હકીકત બદલાઈ કે મા ત્રટાઇપિંગ ની ભૂલ?
વન વિભાગની કામગીરી મીડિયા સુધી પહોંચે તે માટે બનાવવામાં આવેલા મીડિયા ગ્રુપમાં સામાન્ય રીતે અધિકારીઓ અથવા વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાની વિગતો મૂકવામાં આવે છે. આવી માહિતીના આધારે મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે.પરંતુ ફુલકાની ઘટનામાં ઘટના બન્યા બાદ લાંબા સમય સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી ન હતી. આશરે 9 કલાક બાદ રાત્રિના સમયે પ્રેસનોટ જાહેર કરવામાં આવી, તે પણ ઘટનાની હકીકત થી અલગ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. એક તરફ ઘટનાના મુખ્ય સાક્ષી જાદવભાઈ વાઘેલા કહે છે કે, દીપડી દેખાતાં તેમણે પોતે મઢનો દરવાજો બંધ કર્યો હતો. બીજી તરફ વન વિભાગની પ્રેસનોટમાં સ્ટાફે ઓરડીનો દરવાજો બંધ કર્યો હોવાની વિગતો જાહેર થાય છે.તો પછી પ્રશ્ન એ છે કે શું આ માત્ર ભૂલ હતી?શું ઘટના સ્થળની સાચી માહિતી મેળવ્યા વગર પ્રેસનોટ તૈયાર કરવામાં આવી?કે પછી અધિકારીઓ સુધી સારી કામગીરી પહોંચાડવા માટે ઘટનાની વિગતો માં ફેરફાર કરવામાં આવ્યો?આ સવાલોના જવાબ હવે વન વિભાગે આપવાના બાકી છે.દીપડી મઢમાં ઘૂસી હોવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોમાં પણ ભારે ઉત્સુકતા ફેલાઈ હતી. ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.આવીસ્થિતિ માં એક તરફ દીપડી ને સુરક્ષિત રીતે પાંજરે પૂરવાની જવાબદારી હતી, તો બીજી તરફ ગ્રામજનોની સુરક્ષા જાળવવી પણ પડકાર રૂપ હતી.વન વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા જળવાઈ રહે તે માટે લોકોએ પણ દૂર રહેવું જરૂરી બન્યું હતું.
એક હિંમતભર્યો નિર્ણય અને ટળી મોટી દુર્ઘટના
ફુલકાની આ ઘટનામાં જાદવભાઈ વાઘેલાની હિંમત અને સમયસૂચકતા ખાસ નોંધપાત્ર બની છે. દીપડીને અચાનક પોતાની સામે જોઈને કોઈપણ વ્યક્તિ ગભરાઈ શકે, દોડી શકે અથવા બૂમાબૂમ કરી શકે. પરંતુ જાદવભાઈએ આવી સ્થિતિમાં શાંતિ જાળવી અને ધીમે ધીમે પાછળ હટી દરવાજો બંધ કર્યો.જો તે ક્ષણે દરવાજો ખુલ્લો રહી ગયો હોત, જો ગભરાટમાં જાદવભાઈ દોડ્યા હોત અથવા દીપડી બહાર આવી હોત તો ફુલકા ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.આથી સમગ્ર ઘટનામાં એક તરફ વન વિભાગની રેસ્ક્યૂ કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ ઘટના અંગેની સત્તાવાર વિગતોમાં રહેલા તફાવતને લઈ ને સવાલો પણ ઉઠી રહ્યા છે.
દીપડી પાંજરે પૂરાઈ ગઈ, પરંતુ પ્રેસનોટના ‘બદલાયેલા તથ્યો’ હવે સવાલોના પાંજરામાં!
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, આસપાસના વિસ્તારમાં દીપડો, સિંહ કે અન્ય કોઈ વન્યપ્રાણી દેખાય અથવા રંજાડની માહિતી મળે તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા અધિકારીઓને જાણ કરવી. વન્યપ્રાણીઓને જોવા માટે અનાવશ્યક ભીડ ન કરવી, છેડછાડ કે રંજાડ ન કરવી અને સુરક્ષિત અંતર જાળવવું.પરંતુ ફુલકાની ઘટનાએ એક મહત્વનો સવાલ જરૂર ઊભો કર્યો છે જ્યારે વન્યપ્રાણી સંબંધિત ઘટના ની સાચી અને સમયસર માહિતી જનતા તથા મીડિયા સુધી પહોંચાડવાની જવાબદારી વિભાગની છે, ત્યારે સત્તાવાર પ્રેસનોટમાં જ હકીકત બદલાઈ જાય તો જવાબદારી કોની?