જામનગર-દ્વારકા જિલ્લાના સરકારી વકીલે વિવિધ મુદે માહિતી અપાઈ
ખંભાળિયાના પોલીસ કર્મચારીઓને ચાર્જશીટ, કોર્ટ પ્રોસેસ સહિતના મુદે દ્વારકા અને જામનગરના સરકારી વકીલ દ્વારા તાલીમ આપી વિવિધ માહિતી આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી મીત રૂદલાલ દ્વારા અહીંની પોલીસ અધિક્ષક કચેરી ખાતે ખંભાળિયા વિભાગ અંતર્ગત આવતા તમામ પોલીસ મથકના અધિકારી સાથે તપાસ કરનાર તમામ અધિકારી અને કર્મચારી તથા રાઇટર, ક્રાઇમ રાઇટર હેડ અને તપાસ કામગીરી સાથે સંકળાયેલા તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી વકીલ લાખાભાઈ ચાવડા, એ.ડી.જી.પી. અમિતભાઈ વ્યાસ અને તથા જામનગર જિલ્લાના સરકારી વકીલ ડી.આર. ત્રીવેદી દ્વારા કોર્ટ ખાતે જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
જેમાં મુદ્દામાલ જમા કરાવવા, ચાર્જશીટ કરવામાં, જામીન અરજીના મુદ્દે સોગંદનામું કરવા, સાઇન્ટીફીક પુરાવાઓ, ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રીત કરવા અંગે તેમજ ક્ધવીક્શન રેટ વધારવા, એફ.આઈ.આર. ડ્રાફ્ટ કરવા અંગે તેમજ ગંભીર પ્રકારના ખુન, ખુનની કોશીષ, મિલકત સંબંધી, પોક્સો, એન.ડી.પી.એસ., એટ્રોસિટી, લેન્ડ ગ્રેબિંગ તેમજ અન્ય ગુન્હાની તપાસ સબંધી તેમજ અન્ય કામગીરી સંદર્ભે કરવાની થતી કાર્યવાહીમાં રહેતી ક્ષતિઓ નિવારવા અંગે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કાયદેસરની કરવાની થતી તપાસ બાબતે જરૂરી માર્ગદર્શન આપી, પોલીસ કર્મીઓને વિવિધ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.