Jai Hind

ડુમિયાણીની કોલેજમાં છાત્રોએ દેશી રમતમાં હાથ અજમાવ્યો

વિજેતા થયેલા છાત્રો, ટીમને પ્રોત્સાહીત કરાયા

બી.આર.એસ. કોલેજ, ડુમિયાણી ખાતે ઊંઈૠ સપ્તધારા અંતર્ગત ખેલકૂદધારા હેઠળ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોએ દેશી રતમાં હાથ અજમાવ્યો હતો.
આ પ્રસંગે સંગીત ખુરશી, લીંબુ-ચમચી દોડ, રસ્સાખેંચ, નારગોળ, લંગડી દોડ સહિત વિવિધ દેશી રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાં કોલેજના બધા જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન ખાનપરા, મનોજભાઈ સોલાધરા તેમજ યોગેશભાઈ ભાલોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. ઘનશ્યામસિંહ ગોહિલ એ વિદ્યાર્થીઓને રમતગમતનું મહત્વ સમજાવી તેમને સતત આવી પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ એનાયત પ્રથમ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈઓમાં લીંબુ ચમચી – મકવાણા રોનક, સંગીત ખુરશી- મેટાળીયા ધર્મેશ, લંગડી દોડ – ભટ યશ, રસ્સાખેંચ – ટી. વાય. બી. આર. એસ., નારગોલ એફ. વાય. બી.આર.એસ. તેમજ પ્રથમ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થી બહેનોમાં લીંબુ ચમચી- બોખરીયા જય, સંગીત ખુરશી- મકવાણા શીતલ, રસ્સાખેંચ – ટી. વાય. બી.આર.એસ.ની ટીમ વિજેતા બની હતી.