Jai Hind

જાફરાબાદમાં જાહેર શૌચાલયના પગથિયામાં રેલીંગ નાખવામાં આવી

સિનિયર સિટીઝન, દર્દીઓને પડતી હાલાકી દુર થતા પાલિકાની પ્રશંસા

જાફરાબાદ બંદરચોક ખાતે બનાવવામાં આવેલી યુરીનલ બ્લોક (શૌચાલય) માં સિનિયર સિટીઝન બિમાર દર્દીઓ અને દિવ્યાંગ લોકો આ નવનિર્મિત શૌચાલય ના ઉંચા પગથીયા હોવાથી અને ઉંચા પગથીયા ચડવા માટે કોઈ આધાર ન હોવાથી ઉંચા પગથીયા ચડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ શૌચાલય માં રેલીંગ નાખવા માટે અખબાર માં રજુઆત કરવામાં આવતી હોય તે રજુઆતને નિષ્ઠાવાન અને પ્રમાણીક પ્રમુખ તથા ચિફ ઓફિસ ના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ધોરણે રેલીંગ નાખવા આવી હતી આ રેલીંગ નખતા સિટીઝન સિટીઝન તેમજ બિમાર દર્દીઓ માંથી નગરપાલિકા ની પ્રશંસા કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા શહેરમાં થતાં વિકાસ લક્ષી કામગીરીમાં મામલતદાર કચેરીએ જતા નાગરિકો ચોમાસા દરમિયાન સિનિયર સિટીઝન પાર્ક પાસે મસમોટું તળાવ પાણી ભરાઈ જતું હતું તેવીજ રીતે સરકારી પ્રાથમિક સાગર શાળા અને તેની બાજુમાં આવેલી આંગણવાડી ની બાજુ માં વરસાદી પાણી નું તળાવ ભરાઈ જતું હતું તેના નિકાલ માટે તાત્કાલિક ધોરણે ભુગર્ભ ગટર વ્યવસ્થા ઉભી કરવામાં આવતા નાગરિકોમાં ખુશી વ્યાપી ગઈ હતી તેવાજ વિકાસ લક્ષી કામગીરીમાં બગીચા બાજુમાં આઇકોનિક રોડ બનાવવા આવતા અને તે આઇકોનિક રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ ઉભી કરવામાં આવતા છવાઈ ગયેલા અંધકાર ને દુર કરી અજવાળું પાથરવામાં આવતા નાગરિકોમાં પાલિકાની પ્રશંસનીય કામગીરી બિરદાવી રહ્યા છે. તેવીજ રીતે વિકાસ લક્ષી કામગીરીને આગળ વધારતા એસટી બસ સ્ટેશન થી લઈને બંદરચોક ના જુના બસસ્ટેશન સુધી આઇકોનિક રોડ બનતા અને સ્ટ્રીટ લાઈટ ની સુવિધા ઉપલબ્ધ તેમજ બસસ્ટેશન ની નજીક એલ.ઈ.ડી.અનેક જગ્યાએ એલ.ઈ.ડી. ટીવી ઉભી કરવામાં આવી છે. જેથી લોકો આ એલ.ઈ.ડી. ટીવીમાં પાલિકાની વિકાસ લક્ષી કામગીરીને તથા ગણતંત્ર દિવસની ઉજવણી તથા રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ ને આ એલ.ઈ.ટી. ટીવી માં જોઇ શકાય છે.