Jai Hind

માળીયા હાટીનાની તરસિંગડાના સ્મશાનને લીલુછમ બનાવી સેવા કરતા વૃક્ષપ્રેમી

80 વર્ષના જેરામભાઇ 6 કલાક વૃક્ષોની કરે માવજત

માળીયાહાટીના તાલુકાના નાના એવા તરસિંગડા ગામમાં 80 વર્ષના લેઉવા પટેલ સમાજના જેરામભાઈ રામજીભાઈ પટોડીયાની વૃક્ષો પર્યાવરણ પ્રત્યે અનોખી જોવા મળી છે. જેરામ ભાઈ પટોળિયા પોતે 80 વરસના હોવા છતાં ગામના સ્મશાનમાં છેલ્લા પાંચ પાંચ વર્ષથી વ્રુક્ષો ઉછેરવાની સવારે. 3. કલાક. અને બપોરે 3 કલાક આમ દરરોજ છ. છ. કલાક સેવા કરે છે. જેરામભાઈ પટોળિયાએ ગામના સેવાભાવી લોકોની રતિભાઈ ઝાલાવાડીયા કડવા ભાઈ પદમાણી અને સરપંચ પ્રવિણભાઈ સગરની મદદ લઈને તેમને સાથે રાખીને 5. વર્ષ પહેલા ગામના સ્મશાનમાં બે. વિઘા જેટલી જમીનમા પીપળો લીંબડો ઉમરો પીપર. ત્રાગવડ સહિતના 50 થી પણ વધારે વૃક્ષ ગામના સાથ સહકારથી વાવ્યા હતા. આ તમામ ઝાડવાને ઉછેરવા માટે જેરામભાઈ પટોડીયા ભારે જહેમત કરે છે. સવારે. 3 કલાક અને બપોરે 3 કલાક પોતા ના ધંધા રોજગાર મૂકીને ઝાડવાને પાણી પાવા સાફ સફાઈ સહિતની અનેક સેવા કરે છે અને. આજે. 5 વર્ષ માં ઝાડવાને ઉછેરીને મોટા કરી દીધા છે. પાંચ વર્ષમાં સ્મશાનની રોનક બદલી નાખી છે. સ્મશાનમાં ચારે કોર લીલા લીલા છમ વૃક્ષ જોવા મળી રહયા છે. આ સ્મશાન ફરવા લાયક સ્થળ જેવું બની ગયું છે. જ્યારે જેરામભાઈ પટોળિયાના નાનાભાઈ, ધીરુભાઈ પટોડીયા પણ ગૌશાળાનું સંચાલન કરીને ગાયોની સેવા કરે છે. આમ નાના એવા તરસિંગડા ગામના આ સેવા ભાભી જેરામભાઈ રામજીભાઈ પટોડીયાએ આજુબાજુના ગામડાઓમાં સેવાના ભેખધારી પર્યાવરણ પ્રેમી વૃક્ષ પ્રેમી તરીકેની નામના મેળવી છે. આમ આ જેરામભાઈ પટોડીયા અને તેમની ટીમની ચારે કોર પ્રશંસા વાહ વાહ થઈ રહી છે.