Jai Hind

સેલવાસથી કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં ટ્રાન્સપોર્ટમાં મોકલેલો 1104 બોટલ દારૂ પીસીબીએ ઝડપી પાડ્યો

સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર યાકુબ સહીત બે શખ્સોની શોધખોળ

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે સેલવાસથી કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલ રૂપે આવેલો 2,74,464 રૂપિયાનો 1104 બોટલ દારૂ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી ઝડપી લીધો છે આ દારૂ સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ મોકલ્યો હોવાનું ખુલતા યાકુબ સહીત બે સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે સેલવાસથી કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં દારૂનો જ્થ્થો ટ્રાન્સપોર્ટમાં પાર્સલ રૂપે મોકલ્યો છે આ બાતમી આધારે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી ત્યાંથી 2,74,464 રૂપિયાનો 1104 ચપલા દારૂ કબ્જે કર્યા હતા આ અંગે યાકુબ મોટાણી અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.