તંત્રએ નોટીસ આપ્યા વગર જ ડિમોલેશન કર્યાનો વેપારીઓના આક્ષેપ
ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે ઉપર થયેલા દબાણો બાબતે ધોરાજી તાલુકાના સુપેડી ગામ નેશનલ હાઇવે પાસે ગેરકાયદેસર નેશનલ હાઇવે ઓથોરિટીની હદમાં 20 જેટલી દુકાનોમાં દબાણો થયા હતા. જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી એ નોટિસ આપ્યા છતાં પણ દબાણો દૂર નહીં કરતા અંતે આજરોજ ચાર જેટલા જેસીબી દ્વારા 20 જેટલી દુકાનો ના દબાણો દૂર કર્યા હતા
જે અંગે હાઈવે ઓથોરિટી સુપરવાઈઝર પ્રશાંત રંગારી એ જણાવેલ કે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે જેમાં ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે ની હદમાં સુપેડી ગામ પાસે 20 જેટલા મિલકત ધારકોએ ગેરકાયદેસર દબાણ કરીને હોટલો બનાવેલી હતી જે બાબતે અગાઉ નોટિસ આપી હતી છતાં પણ દબાણ કરો એ કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે આજરોજ પોલીસ પ્રશાસનની સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાઈવે ઓથોરિટી એ પોલીસ તંત્ર ની હાજરી માં 20 જેટલી દુકાનો પર જેસીબી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા
જ્યારે સ્થાનિક વેપારીઓ ભાવિન ભલાણી અને ઘનશ્યામ હરિયાળા સ્થાનિક વેપારી
નો આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કોઈ પણ જાત ની નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે
અચાનક ડિમોલેશન હાથ ધરવા આવતા વેપારીઓ માં રોષ ફેલાઈ ગયો હતો વેપારીઓ નો આક્ષેપ કર્યા કે ચોમાસા ની ઋતુ માં અચાનક ડિમોલેશન કરતા વેપારીઓ મૂંઝવણ માં મુકાયા છે
નેશનલ હાઈવે ઓથોરિટી એ વેપારીઓ ના અને સ્થાનિકો ના આક્ષેપ ને ફગાવ્યા હતા
માર્ચ 2026 માં દરેક દબાણ કર્તાઓ ને નેશનલ હાઈવે ઓથોરિટી એ દબાણ દૂર કરવા નોટિસ આપેલ છે
નેશનલ હાઈવે પર થી પસાર થતા વાહન ચાલકો ને દબાણ ને કારણે વાહન ચલાવામાં મુશ્કેલી થતી હતી જેને લઈ ને દબાણો દૂર કરાયા હતા તેમ હાઇવે ઓથોરિટી સુપરવાઇઝર પ્રશાંત રંગારી એ જણાવેલું હતું