ઓખામાં કારે બાઇકને ઠોકરે લેતા પ્રૌઢને ઇજા
દ્વારકામાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી છ મહીલાને રોકડ સહીતના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઓખામાં કારે બાઇકને ઠોકરે લેતા ચાલક પ્રૌઢને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા કાસમભાઈ અબ્બાસભાઈ બેતારા નામના 56 વર્ષના પ્રૌઢ થોડા દિવસો પૂર્વે તેમના મોટરસાયકલ પર બેસીને સુદર્શન બ્રિજ સર્કલ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 એબી 1386 નંબરના એક સ્વિફ્ટ મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ઓખા મરીન પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
જુગાર દરોડામાં છ મહિલાઓ ઝડપાઈ
દ્વારકામાં આવેલા વાઘેર વાડા ખાતેની ગલીમાંથી પોલીસે સીતાબેન સોમભા માણેક, નયનાબેન ભાવુભા બઠિયા અને દેવીબેન ધનાભા ભાયાને તેમજ દ્વારકામાં માધવ હોટલ પાછળની ગલીમાંથી પોલીસે રાણીબેન જીલુભા બઠીયા, સુરજબેન ઓઘનાભા ભાયા અને સોનુબેન ઓઘનાભા ભાયાને ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા ઝડપી લઇ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.