તોરી ગામમાં બેફામ દારૂના વેચાણથી દારૂબંધીના ધજાગરા ઉડે છે, પોલીસ મુક પ્રેક્ષક: ગ્રામજનો
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે થોડા દિવસ પહેલા કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ સોનલબેન પાનસુરીયા ના પતિદેવ યોગેશ પાનસુરીયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડીયા વચ્ચે સ્થાનિક કારણો સર એક બીજા પર હુમલાઓ કરી મારામારી ની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બંને પક્ષે ઈજાઓ થતા હોસ્પિટલ ની પથારીએ થી સામ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ ના થોડા દિવસ બાદ તોરી ગામના લોકોએ સાથે મળી ને અમરેલી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. આ આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર તોરી ગામના સરપંચ પર યોગેશ પાનસુરીયાના શખ્સ દ્વારા બે રહેમી થી અત્યાચાર કરી, મારકૂટ કરી,ગ્રામપંચાયત તોરી ખાતે ખૂની હુમલો કરેલ છે અને સરપંચ પરેશ કોટડીયા ને કાન માં અને માથાના ભાગે ઈજાઓ થયેલ છે. તોરી ગામમાં કાયદાનું નહિ ગુંડારાજ નુ શાસન ચાલતું હોય તેવુ ભયનું વાતાવરણ ઉભું કરેલ છે. આ બાબતે બીએનએસ ની કલમ 109 મુજબ ગુનો દાખલ કરવા ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. સાથે એ પણ જણાવવામાં આવ્યુ છે કે આ શખ્સ માથાભારે અને રાજકીય વગ ધરાવતો હોય તેમેજ અગાવ પણ આ શખ્સ ઉપર ખૂની હુમલો, અત્યાચાર,છેતરપિંડી અને એસ્ટ્રોસીટી જેવા ગંભીર ગુનાઓની ફરિયાદ થયેલી છે ત્યારે આ શખ્સ ને પાસા હેઠળ ધરપકડ કરી કાર્યવાહી કરવા તોરી ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
આવેદનપત્ર માં આપેલી વિગત અને સ્થાનિકોએ આપેલી મીડિયા બાઈટ માં જે જણાવ્યું છે તે તમામ આક્ષેપો સાચા હોય તો તોરી ગામમાં ગુંડારાજની સ્થિતિ અને ગાંધીના ગુજરાત ના તોરી ગામમાં વેંચતા દારૂ પર કાર્યવહી કરવી જરૂરી બને છે. હવે રાજકીય વગ ધરાવતા આ શખ્સ સામે અમરેલી જિલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા કોઈ કાર્યવાહી કરે છે કે પછી સબ સલામત ના જ ગુણગાન ગાશે તે તો આવનારો સમય જ બતાવશે.