મોટર પાણીમાં ગરક થઈ ગઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક જાણીતા કલાકાર હકાભા ગઢવી ની કારને અકસ્માત નડ્યો છે હકાભા ગઢવી ગઇ કાલે હળવદ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાતા કાર નદીમાં ખાબકી હતી અને આ બાબતની જાણ થતા આજુબાજુના યુવકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે હકાભા પાછળ બેઠેલા હોવાના કારણે તમને કોઈ પણ પ્રકારની ગંભીર ઇજાઓ થવા પામી નથી અને તેમને સુરક્ષિત રીતે યુવકો દ્વારા બહાર કાઢી અને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા
યુવકો દ્વારા કારની બારી તોડી અને હકાભા ને બહાર કાઢવામાં આવ્યા હતા અને નદીના પ્રવાહમાંથી પણ ટીંગાટોળી કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે ફોચ્ર્યુનર કાર હોવાના કારણે મોટી જાનહાનિ થવા પામી ન હતી અને ઇજાઓ પણ થવા પામી ન હતી ડ્રાઇવરનો પણ બચાવ કરવામાં આવ્યો છે .
ગાડીમાં રહેલી તમામ વસ્તુઓ બહાર કાઢી સલામત રીતે હકાભા ગઢવીને સોંપવામાં આવી છે અને હવે કાર પાણીના પ્રવાહમાં ઘરકાવ બની છે તેને બહાર કાઢવા અંગેની પણ તજવીજ શરૂ કરવામાં આવશે કલાકાર અકસ્માત નડ્યા હોવાની જાણ થતા સમગ્ર ગુજરાત રાજ્યના કલાકારો દ્વારા હકાભા ગઢવીના હાલ ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે
હું સંપૂર્ણ સ્વસ્થ છું – હકાભા
અકસ્માત બાદ હકાભા ગઢવી સાથે ટેલિફોનિક રીતે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી માત્ર મૂઢમાર જેવી ઇજાઓ પહોંચી છે જે ગંભીર ઇજાઓ ગણી શકાય તેમ નથી. હાલના તબક્કામાં સ્થાનિક લોકોનો આભાર માનું છું કે તેમના દ્વારા નદીના પ્રવાહમાંથી મને બચાવી લેવામાં આવ્યો અને ગાડી ના કાચ તોડી અને બહાર કાઢી લેવામાં આવ્યો અને તમામ વસ્તુ પણ ગાડીમાંથી બહાર કાઢી લેવામાં આવી હજુ પાણીમાં ગાડી ગરકાવ છે ત્યારે તે કાઢવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.