RTE ના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરો : વારંવાર માહિતી માંગવા, ડ્રોપઆઉટ શોધવા અને વાલીની સંમતિ વિના પ્રવેશ માટે દબાણનો આક્ષેપ
ઉના-ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો પર છઝઊ અભિં તથા અન્ય કાયદાની આડમાં થતી કથિત ગેરવહીવટી કાર્યવાહી, બિનજરૂરી દબાણ અને માન્યતા રદ કરવાની ધમકીઓ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખાનગી શાળાઓ સરકારના શિક્ષણલક્ષી અભિયાનમાં સહયોગ આપવા તૈયાર છે, પરંતુ બળજબરી, દબાણ અને ગેરકાયદેસર રીતે જવાબદારી સોંપવાની પદ્ધતિ સ્વીકાર્ય નથી.
એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ દુધાત સહિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે છઝઊ અભિ,ં 2009ની કલમ 12(1)(ભ) મુજબ ખાનગી શાળાઓ નબળા અને વંચિત વર્ગના 25 ટકા બાળકોને મફત શિક્ષણ આપી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી રહી છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી જિલ્લા અને તાલુકા કક્ષાના કેટલાક અધિકારીઓ દ્વારાખાનગી શાળાના સંચાલકો તેમજ શિક્ષકો પર કાયદાનું ખોટું અર્થઘટન કરી વિવિધ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે ઞઉઈંજઊ+ પર ઉપલબ્ધ માહિતી હોવા છતાં શાળાના આચાર્ય અને સંચાલકો પાસેથી ફોન તથા વોટ્સએપ મારફતે વારંવાર તાત્કાલિક માહિતી માંગવામાં આવે છેમાહિતી આપવા માટે પૂરતો સમય પણ આપવામાં આવતો નથી એસોસિએશને માંગણી કરી છે કે ઞઉઈંજઊમાં ઉપલબ્ધ માહિતી શિક્ષણ કચેરી દ્વારા જ મેળવવામાં આવે અને વધારાની માહિતી જરૂરી હોય તો લેખિત પત્ર દ્વારા પૂરતો સમય આપી માંગવામાં આવે.
રજૂઆતમાં સૌથી મહત્વનો મુદ્દો ડ્રોપઆઉટ બાળકોને લઈને ઉઠાવવામાં આવ્યો છે. એસોસિએશનનોઆક્ષેપ છે કે ખાનગી શાળાના સંચાલકોને માન્યતા રદ કરવાની ધમકી આપી ગામના ડ્રોપઆઉટ બાળકો શોધવા,તેમના વાલીઓપરદબાણકરીચોક્કસશાળામાં પ્રવેશ અપાવવા તેમજ પ્રવેશના દસ્તાવેજો હાર્ડ કોપીમાં શિક્ષણ કચેરી માં જમા કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. એસોસિએશને જણાવ્યું છે કે 6થી 14વર્ષનાબાળકો ને શાળામાં લાવવાની જવાબદારી રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળની છે. ખાનગી શાળાઓ છઝઊ હેઠળની પોતાની કાનૂની ફરજ બજાવી રહી છે, પરંતુ ડ્રોપઆઉટ બાળકોની વ્યક્તિગત તપાસ અને તેમના વાલીઓને દબાણપૂર્વક પ્રવેશ અપાવવાની જવાબદારી ખાનગી શાળાઓ પર નાખવી યોગ્ય નથી.
એસોસિએશને વધુમાં આક્ષેપ કર્યો છે કે ‘ટાર્ગેટ પૂર્ણ કરવા’ માટે ઈછઈ અને ઇછઈ કક્ષાએથી આચાર્ય તથા વર્ગ શિક્ષકો પર વ્યક્તિગત દબાણ કરવામાં આવે છે. કેટલીક પરિસ્થિતિમાં વાલીની સહી કે સંમતિ વિના ૠજ ઙજ્ઞિફિંહ પર વિદ્યાર્થીઓના પ્રવેશ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.એસોસિએશને સ્પષ્ટ માંગ કરી છે કે કોઈ પણ વિદ્યાર્થીનો પ્રવેશ વાલીની સંમતિ વિના ન કરવામાં આવે અને આ પ્રકારના દબાણને તાત્કાલિક અટકાવવા માં આવે.