વરસાદી પાણીના ભરાવાથી અને કાદવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી
ઉપલેટામાં ભૂગર્ભ ગટર જલ સે નલ અને ગેસ પાઇપ લાઇન ના કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામો કરી શહેર અને સોસાયટી વિસ્તારના તમામ રોડ રસ્તાઓ સાવ તોડી ફોડી નાખી બિસ્માર કરી નાખ્યા છે તેની ઉપર વરસાદના પાણી ભરાતા શહેરમાં ખાડા ખબડા અને કાદવ કિચન નું સામ્રાજ્ય ઊભુ થવા પામેલ છે જેને કારણે નાના મોટા વાહન ચાલકો રાહદારીઓ દુકાનદારો વેપારીઓ અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વિગેરે પારા વાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તે બાબતે સત્તાવાળાઓ સામે ભારે રોષ પ્રવૃત્તિ રહ્યો છે અને જ્યારે જ્યારે લોકો તેમની ઉપરોક્ત મુશ્કેલી બાબતે નગરપાલિકામાં રજૂઆત કે ફરિયાદ કરે ત્યારે નગરપાલિકાના સત્તાવાળાઓ આવા રોડ રસ્તાઓ ઉપર મેટલ ગ્રીડ પાથરી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ પાથરેલી મેટલ ગ્રીડ ઉપર વરસાદ પડતા વધુ કાદવ કિચડ થાય છે આવા રસ્તાઓ ઉપર વાહનો ખૂંચી જવાના બનાવો રોજબરોજની ઘટના જેવા સાવ સામાન્ય થઈ પડ્યા છે સોસાયટી વિસ્તારની દશા વધુ ખરાબ છે તેમાં એ મીની બસ સ્ટેન્ડ જેવા વાહનો અને રાહદારીઓને ની ભારે ભીડવાળા અશ્વિન સિનેમા ચોક થી પાટણવાવ રોડની દશા ખુબજ બદતર છે. ત્યારે શહેરના લોકોની આવી ગંભીર સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના હોદ્દેદારો ચીફ ઓફિસર વિગેરે આવી જગ્યાઓની રૂબરૂ મુલાકાત લઈ કાદવ કીચડ દૂર કરી લોકો મચ્છરજન્ય મેલેરીયા કમળો ઝેરી તાવ નો ભોગ ન બને તે માટે આવી જગ્યાઓ ઉપર તાત્કાલિક દવાનો છંટકાવ કરી લોકોની મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી શહેર ભરમાં લોક લાગણી પ્રવર્તે છે.
શહેરના બિસ્માર રોડ રસ્તા બાબતે પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા એ જણાવેલ હાલમાં શહેરમાં ભૂગર્ભ ગટર જલસેનલ અને ગેસ પાઇપલાઇન ના એક સાથે કરોડો રૂપિયાના ત્રણ ત્રણ વિકાસના કામો ચાલી રહ્યા છે લોકોને થોડી મુશ્કેલી થશે પણ ભવિષ્યમાં ખૂલી ગટરો બંધ થતા લોકોના આરોગ્યના ફાયદો થશે બહેનોને ઘેર ઘેર પૂરતું પાણી મળી રહેશે અને ગેસ પણ સિલિન્ડર લખાવ્યા વગર ઘરે બેઠા સરળતાથી મળી જશે વધુમાં તેમણે જણાવેલ કે સૌરાષ્ટ્ર મા ભૂતકાળમાં ગોંડલ ધોરાજી ભાયાવદર જુનાગઢ બગસરા પોરબંદર સહિત જ્યાં જ્યાં કામો થયા છે ત્યાં લોકોને આવી મુશ્કેલી ભોગવી પડી છે ઉપલેટામાં ભૂગર ગટરની કામગીરી જે વિસ્તારમાં પૂરી થઈ ગઈ છે તેવા રોડ ઉપર પુરાણ કરી સિમેન્ટ કોંક્રીટ કરી રોડ બનાવી નાખ્યા છે અને સોસાયટી સહિતના વિસ્તારોમાં આવા કામ ચાલુ જ છે લોકો ધીરજ રાખે અને સહયોગ આપે અને ઉપરોક્ત ત્રણેય યોજનાના કામો પૂરા થતા તુરંત જ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસની ગ્રાન્ટ મેળવી તમામ રસ્તાઓ ડામર અને સિમેન્ટ કોંકરેટ થી મઢવામાં આવશે
સ્થાનિક પત્રકારોએ શહેરના તૂટીફૂટી ગયેલા બીસ્માર રોડ રસ્તા પર્સને નગરપાલિકાના બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા જણાવેલ કે હાલમાં ભૂગર્ભ ગટર જલ સે નલ અને ગેસ પાઇપલાઇન ના એક સાથે વિકાસના કામો ચાલી રહ્યા છે જેના ખોદકામ દરમિયાન લોકોના ઘરના નળની પાઇપલાઇન તૂટી જાય તે કોન્ટ્રાક્ટરો ટેન્ડરમાં શરત મુજબ પોતાના ખર્ચે ફરીથી જોડી આપે છે તેમજ જ્યાં જ્યાં આવા કામો પૂરા થયા હોય ત્યાં ખોદકામનું પુરાણ કરી તેને સિમેન્ટ કરવામાં આવે છે અને ચોમાસાને કારણે સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર મેટલ ગ્રીડ પાથરી લોકોની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ અને ચોમાસાને કારણે થોડી વધુ મુશ્કેલી પડે છે તેથી આવા કાદવ કિચન વાળા રસ્તાઓ ઉપર નગરપાલિકા દ્વારા મેટલ ગ્રીડ પાથરવાનું દિવસ રાત કામ ચાલુ છે.
ઉપલેટામાં ભૂગર્ભ ગટર જલ શે નલ અને ગેસ પાઇપલાઇન ના આડેધડ ખોદકામ અને તેમાં થયેલ ભ્રષ્ટાચારને કારણે શહેરના રોડ રસ્તાઓ સાઉથ ટુટી ફૂટી ગયા છે અને ઉપરથી તેમાં વરસાદના પાણી ભરાતા શહેર ભરમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામેલ છે અને એ ભ્રષ્ટાચાર ના ખાડાઓમાં નાના મોટા વાહનો ખૂંચી જવા ના બનાવો રોજબરોજની ઘટના જેવા સાવ સામાન્ય થઈ પડ્યા છે અને આવા બિસ્માર રસ્તે થી પસાર થતાં નાના મોટા વાહન ચાલકો રાહદારીઓ વેપારીઓ ધંધાર્થીઓ નો કર્યા તો અને વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે લોકોના આવા મહત્વના ગંભીર પ્રશ્ન ધારાસભ્ય પાડલીયા ક્યાંય દેખાતા નથી ક્યારેય તેમણે લોકોની કોઈ દરકાર કરી નથી તે બાબતે શહેરભરમાં ધારાસભ્ય સામે લોકોમાં ભારે રોષ પ્રવૃત્તિ રહ્યો છે આવનારા દિવસોમાં કોંગ્રેસ વિશાળ હાજરી સાથે બિસ્માર હાલતમાં રોડ રસ્તા અને નિષ્ક્રિય ધારાસભ્ય સામે દેખાવો કરી વિરોધ કરશે