Jai Hind

વેરાવળના સવની ગામે હિરણ નદી પર રૂ.28 કરોડના ખર્ચે ડેમ બનાવાશે

સાસંદ માનસિંહ પરમારની રજૂઆતને મળી સફળતા: ખેડુતોમાં આનંદ છવાયો

વેરાવળ તાલુકાનાં સવની ગામ નજીક આવેલ હિરણ નદી ઉપર મોટો ડેમ બનાવવામાં આવશે જેથી આજુબાજુ ના વિસ્તાર ખેડૂતો ને મોટો ફાયદો થવાનો છે
હિરણ નદી ઉપર અત્યારે બે ડેમ આવેલ છે જેમાં હિરણ 1 અને હિરણ 2 ડેમો આવેલા છે પરંતુ હિરણ 2 ડેમ ભરાયા બાદ વધારા નુ પાણી હિરણ નદી મા વહિ અને દરીયા મા વહી જાય છે અને આ પાણી નો કોઈ ઉપયોગ થતો નથી જેથી હિરણ નદી ઉપર મોટા ડેમ બનાવવામાં આવે તો આ પાણી રોકિ શકાય અને આ વિસ્તાર ના ખેડૂતો ને ફાયદો થાય આ બાબત ની ખેડૂતો દ્વારા નવ નિર્મિત રાજ્ય સભા ના સાંસદ માનસિંહભાઈ પરમાર ને રજૂઆત કરવામાં આવેલ અને માનસિંહભાઈ પરમાર ને ખેડૂતો નો આ પ્રશ્ન યોગ્ય લાગતા તેઓએ ગાંધીનગર ખાતે સરકાર મા ખુબજ સફળતા પુર્વક રજુઆત કરેલ અને સરકાર દ્વારા આ વેરાવળ તાલુકાનાં સવની ગામ નજીક આવેલ હિરણ નદી ઉપર 28 કરોડ ના ખર્ચે મંજૂરી આપવામાં આવેલ છે.
આ બાબતે પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ ડેમ બનવાથી ખેડૂતો માટે આશિર્વાદ સમાન થશે કારણ કે આજુબાજુ ના મોટા વિસ્તાર મા આનો ફાયદો મળશે અને જે ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક લય નથી શકતા તેવો ડેમ ના નિર્માણ બાદ લય શકશે અને ડેમ બનવાને કારણે આજુબાજુ ના જમીન ના પાણી ના તળ ઉંચા આવશે અને દરીયા મા પાણી જતું રહેતું તે આ ડેમ મા ભરાય રહશે જેથી ખેડૂતો ને મોટો ફાયદો થશે
આ ડેમ બનવાથી વેરાવળ તાલુકાનાં અનેક ગામો ને ફાયદો થશે જેમાં સવની, ભેરાળા, ઈશ્વરીયા, મંડોર, નાવદ્રા, ઈનદ્રોઈ, પંડવા, કોડીદ્રા, કાજલી, સોનારીયા, બાદલપરા, મીઠાપુર અને પ્રભાસપાટણ નો સીમ વિસ્તાર ને મોટો ફાયદો થવાનો નો છે અને જમીન ના તળ ઉંચા આવશે જેથી ચીસાઈ માટે પાણી મળી રહેશે આ તમામ ગામો દરીયા કિનારે આવેલ હોવાથી દરીયા ની ખારાશ પણ આગળ વધતા અટકી જશે અને તળમા મીઠા પાણીનો સંગ્રહ થશે આ ડેમ મંજુર કરાવવા બદલ આ વિસ્તારના ખેડૂતો એ માનસિંહભાઈ પરમાર નો આભાર માનેલ હતો.
માનસિંહભાઈ પરમાર રાજ્ય સભા ના સાંસદ ની જવાબદારી સંભાળતા ની સાથે આ વિસતાર ના વિકાસ ના કામો ને અગ્રતા આપવા ની શરૂઆત કરી દિધી છે અને આવનારા દિવસોમાં રેલ્વે સહિત અનેક કામો માટે પ્રયત્નો કરવા ના છે જે આ વિસ્તાર માટે આનંદ ના સમાચાર છે