Jai Hind

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની શુભકામના પાઠવતા મોરારીબાપુ

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે.
કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે ભાવ વ્યક્ત કર્યો છે.
સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે મોરારિબાપુએ જગતભરના બુધ્ધપુરુષોના સ્મરણ સાથે સૌ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના જણાવી. આ પ્રસંગે પોતે તલગાજરડામાં કોઈ વિશેષ આયોજન કરતાં નથી, તેઓ ગુરુ ચરણ પાદુકા પૂજન સાદગી અને પોતાની રીતે કરી લેતાં હોવાનું પણ ઉમેર્યું છે.