પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા જામનગર જિલ્લાના બેરાજા ગામે પ્રાઇમરિ ટીચર તરીકે ફરજ બજાવતા ભક્તિબા રવિરાજસિંહ જાડેજા ધ્રોલવાળાને આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ ગુરુ ગૌરવ એવોર્ડ જિલ્લાના એક શિક્ષકને કે જેઓએ શાળા કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં શ્રેષ્ઠ તમ કાર્ય કરીને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપેલ હોય તે કેટેગરીમાં આ શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ જામનગર જિલ્લાના બેરાજા ગામે પ્રાઇમરિ ટીચર તરીકે ફરજ બજાવતા ભક્તિબા રવિરાજસિંહ જાડેજાને રમેશભાઈ ઓઝાના વરદ્દ હસ્તે પ્રશશિસ્ત પત્ર, પુસ્તકોનો સેટ તથા શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવેલ.