Jai Hind

ઉના: કાગળ પર ખેડૂત, જમીન પર રોડ! 35 વર્ષથી 20 ખેડૂતોની 20 વીઘા જમીન ગુમ

રેકોર્ડના છબરડા કે ભુલ કરી એવોર્ડ 10 ગુંઠાનો, કપાત 64 ગુંઠાની ખેડૂતોની જમીન ક્યાં ગઈ ?

ઉના શહેરના છેવાડે આવેલા મચ્છુન્દ્રી નદીના પુલથી લઈ ને હાલના સ્ટેટ હાઈવે બાયપાસ સુધીના માત્ર 5 કિલોમીટરના ઉના-ભાવનગર રાજ્ય ધોરી માર્ગમાં 35 વર્ષ જૂની મોટી સરકારી તંત્ર ની બેદરકારી બહાર આવી છે. આ રસ્તો બનાવતી વખતે જમીન સંપાદનની કોઈ કાયદેસર પ્રક્રિયા કરવામાં આવી નથી અને કેટલાક ખેડૂતોને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી, છતાં તેમની જમીન પર રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સ્ટેટ હાઈવે ની બન્ને બાજુ આવતા લગભગ 20 જેટલા ખાતેદારોની જમીન આ રસ્તામાં કપાઈ ગઈ છે. નિયમ મુજબ ખાનગી જમીન સંપાદન પહેલા ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, ખાતેદારને સાંભળીને વળતર ચૂકવવું ફરજિયાત હોય છે. પરંતુ અહીં આ નિયમોની અમલવારી થઈ નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આજથી અંદાજે 30 થી 35 વર્ષ પહેલાં આ રસ્તો બન્યો ત્યારે ખેડૂતોને એમ હતું કે સરકારી કામ છે, થોડા દિવસમાં વળતર મળી જશે અને 7/12 માંથી નોંધ કમી થઈ જશે. પણ દિવસોના વર્ષો થઈ ગયા. ખેડૂતો વૃદ્ધ થઈ ગયા, કેટલાક તો હયાત પણ નથી, પણ તેમના વારસદારો આજે પણ પોતાની જમીન શોધવા સરકારી કચેરીઓના ધક્કા ખાય છે.અને સરકારી કચેરી એક બીજી કચેરી ને ખો આપી રહી છે પરંતુ ક્યાંય જરૂરી આધાર પુરાવા ખેડૂતો ને મળ્યા નથી પરંતુ તેમની જમીન ની જગ્યા એ રોડ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પાસે આધાર માત્ર તેમની પાસે રહેલ 7,12 છે વળતર માટે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી અલગ અલગ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ખાસ જમીન સંપાદન અધિકારી,જુનાગઢ અને રાજ્ય ધોરી માર્ગની કચેરીમાં પણ આ સંપાદન અંગેનું રેકોર્ડ ઉપલબ્ધ નથી. સ્થળ પર રસ્તો બની ગયો છે, પરંતુ ખાતેદારોના 7/12 ઉતારામાંથી જમીન કમી થઈ નથી. ખેડૂતો આજે પણ પૂરી જમીનનો કરવેરો ભરે છે, જ્યારે 7/12 માં બતાવેલી જમીન કરતાં સ્થળ પર કબજો ઘણો ઓછો છે. આના કારણે ખેડૂતો જમીન વેચી પણ શકતા નથી. 7/12 મુજબ દસ્તાવેજ કરવો પડે, પણ સ્થળ પર જમીન ઓછી હોવાથી ખરીદનાર તૈયાર થતો નથી અને જો દસ્તાવેજ થાય તો બાકીની જમીન ટુકડાધારા કાયદામાં આવી જતી હોવાથી વેચાણ અટકી જાય છે. બિનખેતી માટે માપણી મળતી નથી, ટાઈટલ ક્લિયર થતું નથી આ મામલે અમારા પ્રતિનિધિ એ કચેરી માં શોધખોળ અને તપાસ કરતા શહેરી તલાટી મંત્રીની કચેરીમાંથી જૂના એવોર્ડ હાથ લાગ્યા હતા, જેમાં મોટા છબરડા બહાર આવ્યા છે. અગાઉ 1964 માં ઉના ટીંબી રોડ માટે કપાયેલી જમીનની નોંધ 35 વર્ષ બાદ 1999 માં હક્ક પત્રકમાં કરવામાં આવી હતી, પરંતુ સ્ટેટ હાઈવે ની નોંધ આજદિન સુધી થઈ નથી. રેકોર્ડ આધારિત તપાસમાં સામે આવ્યું છે કે કુલ 13 સર્વે નંબર – 351/1, 351/4, 547, 553, 550, 620, 165, 148, 146/1, 145, 152, 630 માંથી રેકર્ડ પર કુલ 3 એકર 20 ગુંઠા એટલે અંદાજે 8 વિઘા જેટલી જમીન સંપાદન દેખાય છે, જેનું વળતર એ સમયે માત્ર 966 રૂપિયા ચૂકવ્યાનું બતાવાય છે. તેની સામે અનેક ગણી વધુ જમીન કાપી લેવામાં આવી છે અને વધારાની જમીનનું કોઈ વળતર ચૂકવાયું નથી. આ જ ખેડૂતોની મુખ્ય વ્યથા છે.કેટલાક ખેડૂત ખાતેદારો આજે હયાત છે, તેમની પાસે 7/12 છે પણ સ્થળ પર એક ઈંચ પણ જમીન નથી. સરકારી રેવન્યુ અને સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો આજે ટાઈટલ વગરના, માપણી વગરના અને બિન ખેતીની પરવાનગી વગરના થઈ ગયા છે. હવે જોવું રહ્યું કે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપે છે કે ખેડૂતોએ ન્યાયતંત્રના દરવાજા ખખડાવવા પડશે? ખેડૂતો ની જમીન 1964 મા ઉના ટીંબી સ્ટેટ હાઇવે માટે સંપાદન કરી હતી એ વખતે 13 ખેડૂતો ની બધી મળીને 3-એકર 20 ગુંઠા જમીન કપાઈ હતી એ સમયે સરકારે આ ખેડૂતો ને માત્ર 966 રૂપિયા ના વળતર એવોર્ડ આપેલ તેમાંથી પણ કેટલાક ખેડૂતો ની જમીન ના એવોર્ડ અપાયા નથી જમીન સંપાદન કરી નથી તેમ છતાં જમીન પર રોડ બની જતાં માત્ર રેકર્ડ પર ખેડૂત છે જમીન એક ઈંચ પણ નથી દેખાતી આ પણ સરકારી તંત્ર નો જાદુ કહેવાય છે. ઘણા ખેડૂતો પાસે 7,12 છે જેમાં જમીન બોલે છે પણ સ્થળ પર જમીન નથી સ્ટેટ હાઈવે છેઆજે સ્થળ પર હાઈવે રોડ બની ગયો અને હાઈવે રોડ બન્યો તે અંગે ખેડૂતો એ 4 વખત લગત ઓફિસ માં આર.ટી.આઇ પણ કરી પણ તમામ સરકારી કચેરી માંથી એકજ જવાબ મળ્યો કે અમારી પાસે રેકોર્ડ ઉપલબ્ધ નથી.

પહેલા એ જમીન સંપાદન થઈ છે કે નહીં એ ડોક્યુમેન્ટ શોધવાનો પ્રયત્ન કરીશું: કૌશિક પરમાર પ્રાંતઅધિકારી

આ જમીન સંદર્ભે ઉના પ્રાંત અધિકારી કૌશિક પરમાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ખેડૂતો નીરજૂઆત મળી છે તેના અનુસંધાને સંપાદન સંસ્થા આર.એન.બી. ને વેરિફિકેશન માટે ની અરજી મોકલીશુંઅનેવેરીફીકેશન થયા બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરીશુંઅનેઅરજી મોકલ્યા બાદ તેમના ડોક્યુમેન્ટ શોધવાનો પ્રયત્ન કરીશું પછી દરખાસ્ત ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમે તપાસ કરી છે પણ ડોક્યુમેન્ટ મળ્યા નથી હવે બીજી કચેરી માં તપાસ કરાવડાવીશું અને આ પ્રશ્નનુંનિરાકરણ આવે તેવા પ્રયત્નો કરીશું

અમારી જમીન શોધી આપે અથવા વળતર આપે: અલ્પેશભાઈ શાહ
અમારી આ વિસ્તાર માં જમીન મોટી હતી પણ વડીલો એ ટુકડે ટુકડે જમીન વહેંચી હવે સર્વે નંબર 647 ની જમીન ના મારી પાસે 7/12 ને બધું છે પણ હાલ જમીન અમારી પાસે નથી આ જમીન શોધવા અમે રાજકોટ, જૂનાગઢ,ભાવનગર, વેરાવળ બધી ઓફિસ માં જઈ આવ્યા પણ ક્યાંય અમારી જમીન સંપાદન થઈ હોય તેના ડોક્યુમેન્ટ નથી અમારી માંગણી છે કે અમારી જમીન શોધી આપો અથવા જમીન પર રોડ બનાવી નાખ્યો છે તો વળતર આપો વર્ષો થઈ ગયા અમારો વાંક શું

અમારી જમીન ભાવનગર રોડમાં કપાઈ ગઈ પણ વળતર મળ્યું નથી: સુલતાનભાઈ
આ વિસ્તાર માં જમીન ધરાવતાસુલતાનભાઈચાંદભાઈ ની જમીન ના સર્વે નંબર 145 છે અને તેમણે માપણી કરાવી તો તેમની પણ 6.5 વિઘા જમીન પર રોડ બની ગયો હવે એમણે વિવિધ લગત કેચેરી ઓમાધક્કાખાધા પણ ક્યાંય થી સંતોષકારક જવાબ મળ્યો નહીં કે ડોક્યુમેન્ટ પણ મળ્યા નહીં અને વળતર પણ મળ્યું નથી
મારી જમીનના મારી પાસે 7/12 છે પણ જમીન નથી: હિમાંશુભાઈ શાહ
આ વિસ્તાર માં જમીન ધરાવતા હિમાંશુભાઈ શાહ એ જણાવેલ કે અમારી 50 વિઘા જમીન હતી અને અને અમે માપણી કરાવી તો અત્યારે સાડાપાંચ વિઘાજમીન ઉના ભાવનગર હાઈવે માં ગઈ છે હાલ મારી પાસે મારી જમીન ના 7/12 છે પણ જમીન નથી આમરી જમીન નું વળતર પણ મળ્યું નથી અમે રજૂઆત પણ વારંવાર કરી પણ અમને જમીન બાબત નો જવાબ મળ્યો નથી
અમારી જમીનમાં હાઈવે રોડ બની ગયો તેથી અમારી જમીન ઘટે છે: ભાવસિંહભાઈ મોરી
આ વિસ્તાર માં જમીન ધરાવતા ભાવસિંહભાઈ મોરી એ જણાવેલ કે અમારી જમીન માંથી 1964 માં 10 ગૂંઠા જમીન કપાઈ હતી તેનો એવોર્ડ અને વળતર મળ્યું હતું એ સમયે જમીન સંપાદન થઈ હતી પરંતુ હાલ અમારી જમીન બીજી 54 ગૂંઠા કપાઈ ગઈ છે અમારી જમીન સંપાદન થઈ નથી અમે બધી કેચેરી માંથી માહિતી માંગી પણ બધી જગ્યા એથી જવાબ મળ્યા કે અમારી પાસે રેકોર્ડ ઉપલબ્ધ નથી અમારી જમીનબીજી વાર સંપાદન થઈ નથી કે નથી અમને વળતર મળ્યું