તીનપત્તીના જુગારમાં રોકડની હારજીત: પોલીસે રૂ.21,700ની રોકડ અને જુગારના સાહિત્ય સાથે 7 શખ્સોને ઝડપી લીધા
ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી કરી ખજુદ્રા ગામના પોલાકાદા વિસ્તારમાં ચાલતા કથિત જુગારધામ પર દરોડો પાડી 7 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
ઉના પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ખજુદ્રા ગામના પોલાકાદા વિસ્તારમાં રહેતો વિનોદભાઈ મનુભાઈ સોલંકી પોતાના રહેણાક મકાનની બહારથી માણસો બોલાવી તેમને જુગાર રમવાની સગવડ પૂરી પાડી પોતાના અંગત ફાયદા માટે તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાયા હતા. પોલીસની કાર્યવાહીમાં કુલ રૂ.21,700ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.
આ મામલે ઉના પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જુગાર ધામ માંથીવિનોદ મનુભાઈ સોલંકી, ખજુદ્રા, મુકેશ મોહનભાઈ રાઠોડ, ખજુદ્રા, મુકેશ પાચાભાઈ બાંભણિયા, સેંજળીયા,ગોવિંદ બાલુભાઈ પરમાર,સેંજળીયા ,રણછોડ ભાયાભાઈ વાજા,ખજુદ્રા, ડાયા દાનાભાઈ સાંખટ, ખજુદ્રા,ધનજી રણછોડભાઈ મકવાણા, ડેડાણ, ની અટકાયત કરી હતી
ઉના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા , સર્વેલન્સ પીએસઆઈ કે.એન. મુછાળની આગેવાનીમાં કામગીરી કરવામાં આવી હતી. ટીમમાં એએસઆઈ જોરૂભા નારણભા , સુનિલભાઈ તેમજ રાહુલભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.