Jai Hind

બાબરાના મોટાદેવળિયા ગામે પશુ ચરાવવા નીકળેલા કિશોરનું નદીમાં ડૂબી જતા મોત

એન.ડી.આર એફ ટીમની કલાકોની મહેનત બાદ મૃતદેહ નદીનાં ધુનામાંથી મળી આવ્યો

બાબરા તાલુકા ના મોટાદેવળિયા ગામે આજે સવારે ઘેર થી પશુ ચરાવવા નીકળેલો માલધારી કિશોર નું અકસ્માતે નદી ના વહેણ માં પડી ગયા બાદ પાણી ના ઉંડા ધુના માં ગરક થયા નું જાણવા મળતા મોટી સંખ્યા માં ગ્રામજનો એકઠા બની બાળક ની શોધખોળ આદરી હતી બાદ કલાકો ની મહેનતે જીલ્લા ફાયર બ્રિગેડ અને એન ડી આર એફ ટીમ દ્વારા કિશોર ની શોધખોળ કરતા મૃતદેહ હાથ લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ આજે મોટાદેવળિયા ગામે પોતાના બકરા ચારવા નીકળેલો ભરત મેરામભાઈ બાસુરિયા ઉવ.13 વાસાવડી નદી નજીક પશુ ચરિયાણ કરાવતો હતો ત્યારે નદી નજીક પોતાનો પગ લપસી જતા નદી ના વહેણ માં પડ્યો હતો અને પાણી માં ગુમ થતા સ્થાનિક પોલીસ અને મામલતદાર કચેરી માં બનાવ અંગે જાણ કરતા જીલ્લા બચાવ ટીમ કામે લાગી હતી ત્યારે નદી અંદર આવેલા ઊંડા પાણી ના ધુના માંથી બાળક નો મૃતદેહ મળી આવતા પરિવાર માં કલ્પાંત થયો હતો સ્થાનિક પોલીસ વર્તુળ દ્વારા બાળક નો મૃતદેહ પી.એમ અર્થે બાબરા સરકારી દવાખાને ખસેડવા માં આવ્યો છે અને તેર વર્ષીય કિશોર નું પાણી માં ડૂબી જવાથી મોત થતા પરિવાર હતપ્રત બન્યો છે.