બે સ્થળે દરોડા સમાન કાર્યવાહીથી 667 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: કારના ચોરખાનાથી એક્ટિવા સુધી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, વાહનો-મોબાઇલ સહિત રૂ.3.13 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 આરોપી પોલીસ સકંજામાં
ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે.ઉના ના નવાબંદર મરીન પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે જાણે સર્જિકલ સ્ટ્રાઈક કરી હોય તેમ બે અલગ-અલગ સ્થળે સઘન કાર્યવાહી કરી કુલ 667 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.3,13,127નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ બંને કાર્યવાહીમાં કુલ ચાર આરોપીઓને ઝડપી તેમની સામે પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન, જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, ઉના વિભાગની રાહબરી હેઠળ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ જે.જે. પરમાર પોલીસ સ્ટાફે બે અલગ-અલગ કાર્યવાહીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. નવાબંદર ચોકડી પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ૠઉં-01-ઊંક-3676 નંબરની સફેદ રંગની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારમાં દારૂનોજથ્થો લઈજવામાં આવીરહ્યો છે. બાતમી ના આધારે પોલીસે કારને અટકાવી ઝીણવટભરીતપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની આગળની સીટ, પાછળની સીટ,ડેકી ઉપરાંતપાછળની સીટ નીચે ખાસ બનાવવામાં આવેલા ચોરખાનામાં કાળા પ્લાસ્ટિકના ઝબલામાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડની નાની-મોટી કુલ 586 બોટલો કિંમત રૂ.1,40,762નો દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે એક મોબાઇલ ફોન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર મળી કુલ રૂ.2,45,762નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અનિકેત રાજેશભાઈ સોલંકી, ઉંમર 23 રહે. નવાપરા વિસ્તાર,ઘોઘલા,દિવને પોલીસે ઝડપી પાડ્યો હતો.જ્યારે પ્રતિકભાઈડોડીયા,રહે.જાખરાવાડા નું નામ દારૂનો મુદ્દામાલ મંગાવનાર તરીકે સામે આવ્યું છે. નવાબંદર મરીન પોલીસની બીજી કાર્યવાહીમાંજશરાજ ટાઉનશિપ પાસે પોલીસને બાતમી મળી હતી કે, કાળા રંગની હોન્ડા એક્ટિવા ૠઉં-03-ખજ-8736 ઉપર દારૂ નો જથ્થો લઈ જવામાં આવી રહ્યોછે.બાતમીનાઆધારે પોલીસે એક્ટિવાને રોકી તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 81 બોટલો, કિંમત રૂ.27,365 મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત બે મોબાઇલ ફોન અને એક્ટિવા મળી કુલ રૂ.67,365નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે અંકુર રાયાભાઈ જતાપરા, ઉંમર 24 ધર્મેશ પોપટભાઈ ઝપડીયા, ઉંમર 24 બંને રહે. મદાવા ગામ, તા. જસદણ, ને ઝડપી પાડ્યા છે.667 બોટલ દારૂનો જથ્થો પોલીસના કબજામાંનવાબંદર મરીન પોલીસની બંને કાર્યવાહીને એકસાથે જોતા કુલ 667 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂ ઉપરાંત બે વાહનો તથા ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.3,13,127નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે બંને બનાવ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ સમગ્ર હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નવાબંદર વિસ્તારમાં એક તરફ કારના ચોરખાનામાં દારૂ સંતાડીને હેરાફેરી કરવાનો પ્રયાસ થયો હતો, તો બીજી તરફ એક્ટિવા ઉપર દારૂ લઈ જવાનો પ્રયાસ થયો હતો. જોકે પોલીસની સતર્કતા અને બાતમીના આધારે બંને પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.પોલીસ ની ધડાધડ કાર્યવાહીએ દારૂના નેટવર્કમાં ફફડાટ નવાબંદર મરીન પોલીસની બેવડી કાર્યવાહીએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. ખાસ કરીને વાહનોમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસની બાજ નજર હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે. બે સ્થળે કાર્યવાહી, 667 બોટલ દારૂ, રૂ.3.13 લાખનો મુદ્દામાલ અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે