Jai Hind

વિસાવદરમાં હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા, 1 ફરાર

નવી ચાવંડ ગામની વાડીમાંથી રૂા. 5.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વિસાવદરની નવી ચાવંડની વાડીમાં જુગારધામ પર પોલીસે દરોડો પાડતા 17 ને દબોચી લેવાયા છે. જયારે 1 ફરાર છે. પોલીસે કુલ રૂા.પ.ર8 લાખથી વધુનો મુદામકાલ જપ્ત કર્યો છે.
વિસાવદરમાં રામનાથ હોટલની પાછળ, જયવંત ઉર્ફે જયુ જયરાજભાઇ ખુમાણના વાડીના મકાનમાં (નવી ચાવંડ, તા. વિસાવદર). વિસાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ જગુભાઈ અને ટીમ દ્વારા એ-બીટ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી. જયાં તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહેલા 17 શખ્સોને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે જુગાર રમાડનાર 1 મુખ્ય આરોપી રેઇડ દરમિયાન હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે કબ્જે કરેલ કુલ મુદ્દામાલ:રૂા. 5,28,920માં રોકડ રકમ રૂ. 1,23,920 મોબાઇલ ફોન 16 નંગ (કિંમત રૂ. 1,35,000 વાહનો 03 નંગ (કિંમત રૂ. 2,70,000 સાથે 17ને દબોચ્યા છે જેમાં હરેશ ઉર્ફે હરસુખભાઇ કાથડભાઇ ધાધલ, વનરાજ ઉર્ફે શીકારી રણુભાઇ ખુમાણ, વિજય ભાભલુભાઇ ચાંક, અજયભારથી સુખદેવભારથી, ભુપત મંગળુભાઇ ધાધલ, પ્રકાશ સુરેશભાઇ સાગઠીયા, હરજીભાઇ સોમાભાઇ રાઠોડ, અરવિંદભાઇ ભીખાભાઇ રાઠોડ, સાજીદ રહીમભાઇ કાળવાતર, ભુપેન્દ્ર ગોલણભાઇ મકવાણા, સરફરાજ ઇકબાલભાઇ કુરેશી, વિશાલ ઉર્ફે લાલો કેશુભાઇ લગધીર, મયુર રમેશચંદ્ર ખુંટ, પ્રભુદાસ નરસીભાઇ કમાણી, ધીરજ માધાભાઇ ચુડાસમા, જય જગદીશભાઇ મશરૂ, વિક્રમભાઇ શાર્દુલભાઇ ચાવડા, હાજર ન મળી આવેલ ફરાર આરોપી, ક્રીષ્ના બચુભાઈ વિછીયાની શોધખોળ આદરી છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.