આરોપીઓએ ખેડૂત પાસેથી મેળવેલ રૂ. 58 હજાર સહિત રૂ. 40 હજાર જપ્ત કર્યા
કુકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાંદલના) ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી નામના ખેડુત ગત તા.15/7 ના રોજ સવારના પોણા અગ્યારેક વાગ્યાથી બપોરના સાડા બારેક વાગ્યા દરમિયાન પોતાનુ મોટર સાયકલ લઈને તેમની દિકરીની તબીયત પુછવા માટે થઇ દામનગર મુકામે જતા હતા. ત્યારે લાઠી ગામે આવેલ ભવાની સર્કલ પાસે તેઓ પહોચતા આરોપીઓએ કાવતરૂ રચી મહીલા આરોપીએ હાથ ઉંચો કરી ખેડૂતનુ મોટરસાયકલ ઉભુ રખાવી ભુરખીયા સુધીની લીફ્ટ માંગી હતી. અને ખેડૂત સાથે મોટર સાયકલમાં બેસી ભુરખીયા ગામે આવેલ ગેટ પાસે આવતાતેણીએ સરોવરના પાસે ફોટા પાડવાની વાત કરી અને ખેડૂતને મોટરસાયકલ ઉભુ રખાવેલ હતું. ત્યારે અન્ય આરોપીઓ ફોરવ્હીલ લઈ આવી ખેડૂતના મોટરસાયકલની આડી ફોરવ્હીલ ઉભી રાખી ખેડૂતને કહેલ કે, તે કેમ આ બેનને મોટરસાયકલમાં બેસાડેલ હતા. તેમ કહી ખેડૂતનો હાથ પકડી બળજબરીથી ખેડૂતને આરોપીઓએ તેમની કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ અને અને બીજા બે આરોપીઓએ ખેડૂતને ઢીકાથી માર મારી અને બળાત્કારના કેસમાં ફસાવી દઈ આખી જીંદગી જેલમાં નાખી દેવાની તથા સમાજમાં બદનામ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડૂત પાસે રૂપિયા 2,50,000 ની ખંડણી માંગી ખેડૂતના મોબાઈલના ગુગલપે એપ્લીકેસન મારફતે રૂપિયા 58,000 આરોપીએ બળજબરીથી પોતાના મોબાઈલમાં સ્કેનર મારફતે ટ્રાન્સફર કરી લીધેલ હતા. જે અંગે જે તે સમયે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આવા હની ટ્રેપના ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા તેમજ તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા લાઠીના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ સુચના આપેલ હોય જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.એસુરાના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા સુરતના, વૈદનગરી બિલ્ડીંગ નં.5, રૂમ નં.401, નનસાડ, કામરેજ ખાતે રહેતા ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુભાઈ લાઠીયા (મુળ સમઢીયાળા (પટ્ટી) તા.મહુવા જી.ભાવનગર) તથા સુરત ખાતે મકાન નં.165, બરોડા પ્રેસ્ટીજ, વિષ્ણુવિહારની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછામાં રહેતા નિલેશભાઈ અશોકક્ભાઈ ગૌસ્વામી ( મુળ સાવરકુંડલા, મધુવન સોસાયટી, જેસર રોડ) તથા સુરતખાતે, મકાન નં.ડી-302, હંસદેવ સોસાયટી, વૈદનગરની બાજુમાં, કામરેજમાં રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા (મુળચલાલા, સ્ટેશન રોડ તા.ધારી) તેમજ સુરતના, ભગુનગર સોસાયટી, સાપરા ભાઠા રોડ, અમરોલી ખાતે રહેતી હેતલબેન નરેશભાઈ સોરઠીયા (મુળ અમરેલીના નવા ગીરીયા, એરપોર્ટની બાજુમાં) ચારે’ય આરોપીઓને ગુન્હાના કામે જે કારનો ઉપયોગ કરેલ હોય જે કારના નંબર તથા ઈઈઝટ ફુટેજથી મેળવી ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ માત્ર વોટસએપ કોલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય ટેક્નીકલ સર્વેલન્સની મદદથી ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી આરોપીઓને પકડી રોકડા રૂપીયા 58000, તથા મોબાઈલ ફોન નંગ-4 જેની કિમત રૂપિયા 40000 સહિતના મુદ્દામાલની રિક્વરી કરવામાં આવેલ છે.આ કામના પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરત શહેરથી અલગ-અલગ જીલ્લામાં મહીલા સાથે સંપર્ક કેળવી તેને અમુક રકમ આપી હનીટ્રેપમાં મહિલાનો ઉપયોગ કરીને અલગ-અલગ વ્યક્તિઓને હનિટ્રેપનો ભોગ બનાવી બળજબરીથી નાણાની ખંડણી ઉઘરાવી ગુન્હાઓ આચરતા હતા.