આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોંડલમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની દેશભક્તિસભર ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગે જરૂરી તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ વખતે પોલીસના અશ્વદળને પણ સામેલ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. સુશ્રી ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ.બારોટ, ગોંડલ પ્રાંત અધિકારી (ઈ) રાહુલ ખાંભરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.