રાત્રિના સમયે બસ અધવચ્ચે બંધ પડી જતી હોવાની અને મોડી પહોંચતી હોવાની ફરિયાદ
જાફરાબાદ બસસ્ટેશન ખાતે આવતી ઊના -જાફરાબાદ આવતી બસ ઊના ડેપો થી સાંજ ના 6 કલાકે ઉપડતી જાફરાબાદ 7:30 કલાકે પહોંચતી આ બસ છેલ્લા ઘણા સમયથી રાત્રીના 9:00 કલાકે પહોંચી રહી છે. એના કારણે વર્કશોપ માંથી નીકળતી બસ નું ટેકનિકલ રિપેરિંગ કામ કરવામાં નહીં આવતા આ બસના વઈફર બંધ હાલતમાં હોય છે. આ બસની લાઈટ પણ બંધ હાલતમાં હોય છે. જેના કારણે ઘણી વખત ઘણા કિલોમીટર ચાલી ગયા પછી ફરી આ બસને યુટને લઈને વર્કશોપ માં લઇ જવી પડતી હોય છે. જેના કારણે કલાકો સુધી આ બસ સમયસર જાફરાબાદ ખાતે ન પહોંચતા મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે. જેના કારણે સિનિયર સિટીઝન બિમાર દર્દીઓ હોસ્પિટલના કામે ગયેલા લોકો સમયસર ઘરે ન પહોંચી શકતા કફોડી હાલત માં મુકાઇ જાય છે. આ બસ બાબતે મુસાફર માંથી જાણવા મુજબ આ બસનું ટેકનિકલ રિપેરિંગ કામ અધુરું કરતા અધવચ્ચે બસ બંધ પડી જતાં રાત્રીના સમયે મુસાફર હેરાનગતિ ભોગવવી રહ્યા છે. અને જવાબદાર ડેપો મેનેજર અને વર્કશોપ ના હેડ મેકેનિક ની ઘોર બેદરકારીના કારણે મુસાફર જનતા અધવચ્ચે રખડીપડતી હોય છે .તેમજ જાફરાબાદ સુધી કોઈ પણ વાહન ન મળતા ન છુટકે ફરી ઊના સુધી જવું પડી રહ્યું છે. એસટી તંત્ર ની ઘોર બેદરકારીના કારણે પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે. આ બાબતની ડેપો મેનેજર તથા વર્કશોપ ના હેડ મેકેનિક ની ઉપર એસટી તંત્ર કાયદેસર ના પગલાં લેવામાં આવશે કે નહીં તો આ બાબતે મુસાફર જનતા ના હિતમાં ઉચ્ચ કક્ષાએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તથા એસટી તંત્ર ના ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવશે તેની તમામ જવાબદારી ઊના ડેપો મેનેજર તથા વર્કશોપ ના હેડ મેકેનિક ની રહેશે તેમ જાફરાબાદની સંસ્થાઓ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ સંસ્થાઓ દ્વારા જણાવાયું છે.