Jai Hind

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર શરૂ કરવા દાતા તૈયાર : સરકારની મંજૂરીની રાહ

ગાંધી પરિવાર ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે 50 લાખ રૂપિયા ના મેડિકલ સાધનો લેવા દર્શાવી તૈયારી

ધોરાજી સરકારી હોસ્પિટલ ના બિલ્ડીંગના દાતા ગાંધી પરિવાર જે હંમેશા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને લોકોને સારી સગવડ મળે તે માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તેવામાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે જો ઓર્થોપેડિક સર્જરી માટેનું ઓપરેશન થિયેટર માટે સરકાર મંજૂરી આપે તો 50 લાખ સુધીના ઓપરેશન થિયેટરના મેડિકલ સાધનો દાનમાં આપવાની તૈયારી ગાંધી પરિવારે દર્શાવી છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ 4 એમબીબીએસ ડોક્ટરો સેવા આપે છે જોકે જરૂરિયાત છ ડોક્ટરોની રહેવા પામે છે આ ઉપરાંત ધોરાજી હોસ્પિટલમાં આંખ ના ડોક્ટર,સ્કિન સ્પેશિયલિસ્ટ , ગાયનેક, એનેસ્થેટિક, અને પેથોલોજિસ્ટ તેમજ ફિઝિશિયન, સર્જન ડોક્ટરો ની સેવા મળી રહી છે. ધોરાજી સરકારી હોસ્પિટલના અધિકક્ષ ડોક્ટર જયેશ વેસેટીયન એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ડોક્ટરો ઉપરાંત લેબોરેટરી સોનોગ્રાફી ફિઝિયોથેરાપી ડાયાલિસિસ આયુર્વેદ વિભાગ કુપોષિત બાળકો માટેનું અલગ વિભાગ સહિત વિભાગોમાં કાર્યરત છે ધોરાજી હોસ્પિટલ 81 બેડની હતી જેને 19 બેડ વધારી સો બેડ ની મંજૂરી મળી ચૂકી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જરી વિભાગ શરૂ કરવા માટે સરકારશ્રી સમક્ષ મંજૂરી માંગવાની તજવીજ સ્થાનિક હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે અને ધોરાજીના વતની તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાતા તરીકે જાણીતા ગાંધી પરિવાર દ્વારા ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે મેડિકલ સાધનો ની આવશ્યકતા હોય તો 50 લાખ સુધીનું દાન આપવા માટે તૈયારી દર્શાવી છે. ધોરાજી જેતપુર ઉપલેટા આ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જરી થતી નથી જો ધોરાજીમાં ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવે તો ઘણા બધા દર્દીઓને તેનો લાભ મળે અને સામાન્ય ભાંગતું કે ફેક્ચર જેવી ઇજાઓમાં તેમને સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્યારે ઓર્થોપેડિક પિડીયાટ્રીક રેડિયોલોજિસ્ટ સહિતના ડોક્ટરની જગ્યા હજુ ખાલી પડી છે આ ઉપરાંત ટેકનિકલ વિભાગમાં ઇલેક્ટ્રિશિયન લીફ્ટ મેન ઓટી આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ કેનોથીક આસિસ્ટન્ટ સહિતની પોસ્ટ ખાલી પડી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ત્રીજા માળે ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર બની શકે તે પ્રમાણે બિલ્ડીંગમાં સુવિધા રહી છે અને જેમાં મેડિકલ સાધનો માટે ગાંધી પરિવાર દ્વારા પૂરતું દાન આપવાની તૈયારી હોવા અંગેનો પત્ર પણ મોકલી અપાયો છે સરકાર દ્વારા આ બાબતે મંજૂરી મળી રહેશે ત્યારબાદ ધોરાજીમાં ઓર્થોપેડિક સર્જરી માટે દર્દીઓએ બહારગામ જવું નહીં પડે તેમ જણાવ્યું હતું. હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે ડોક્ટરો અને અન્ય સુવિધાઓ મળી રહી છે એમાં સરકાર દ્વારા ઓર્થોપેડિક વિભાગને ટેકનિકલ મંજૂરી આપવામાં આવશે તો વહેલાસર ઓર્થોપેડિક સર્જરી પણ શરૂ થઈ શકશે.