ગુજરાત એ.ટી.એસ., કચ્છ પોલીસનું પંજાબ એસ.ટી.એફ.ની મદદથી સફળ ઓપરેશન
અગાઉ 10 પકડાયા હતા : 14 મોબાઈલ, કાર સહિત કુલ 4.30 કરોડનો મુદ્દામાલ કબ્જે
ગાંધીધામમાં યુવકનું કારમાં અપહરણ કરી તેના ભાઈને દુબઈ ખાતે વીડિયો કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપી 5,84,500 ઞજઉઝ એટલે કે અંદાજે રૂ.5.55 કરોડની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. લાંબા સમયથી રાજ્યોમાં અલગ-અલગ નાસતા ફરતા કેશના મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે કેસમાં રોકડ અને ઞજઉઝ મળી કુલ રૂ.4,13,31,825ની રકમ રિકવર કરવામાં આવી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.21 જુલાઈ, 2026ના નોંધાયેલા ગુના મુજબ આરોપીઓએ ફરિયાદીને કારમાં બેસાડયા બાદ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ભાઈને દુબઈ 9 ખાતે વીડિયો કોલ કરી ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી 5,84,500 ઞજઉઝની ખંડણી માગવામાં આવી હતી. ભારતીય ચલણમાં તેની અંદાજિત કિંમત રૂ.5,55,27,500 થાય છે. આરોપીઓએ આ રકમ ખંડણી પેટે મેળવી હોવાનો પોલીસ કેસ છે.
આ કેસમાં અગાઉ કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ.44.66 લાખની રોકડ સહિત વાહનો અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. જોકે મુખ્ય આરોપીઓ જાવેદ અભસાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચા ગુનો આચર્યા બાદ ફરાર હતા. તેમને શોધના પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત અઝજ ની પણ મદદ લીધી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપીઓ પંજાબના ભટિંડા ખાતે હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક પંચ બ પહોંચી હતી. ત્યાં પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓને મદદ કરવાના આરોપસર મુનાવર મન્સુરભાઈ બુચડને જામનગર અને નાગજી બળદેવભાઈ દેસાઈને અમદાવાદથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી મુનાવર રોકડા રિકવર કર્યા છે. મુખ્ય આરોપી વોલેટમાંથી ઞજઉઝ છે, જાવેદના ક્રિપ્ટો પાસેથી રૂ.57.50 લાખ લ,ક્ષળ,ષરળમળી આવ્યા જેની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત રૂ.1,87,53,665 થાય છે. જ્યારે મુનાવરના વોલેટમાંથી 1,30,128 ઞજઉઝ મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 1,23,62,160 દર્શાવવામાં આવી છે. અગાઉ રિકવર કરાયેલી રૂ.44.66 લાખની રકમ સાથે કેસમાં કુલ રૂ.4,13,31,825ની રકમ રિકવર થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત મોબાઈલ ફોન, જેની કિંમત રૂ.5,42,500 દર્શાવવામાં આવી છે, તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા થાર, કિંમત રૂ.12 લાખ, કબજે કરવામાં આવી છે. આમ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ.4,30,74,325નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી જાવેદ સાયચા સામે અગાઉ કંડલા મરીન, ગાંધીધામ બી-ડિવિઝન, ગાંધીધામ એ-ડિવિઝન અને આડેસર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ કંડલા નોંધાયેલા છે. સોહિલ બુચડ આડેસર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાયા છે, જ્યારે મુનાવર બુચડ સામે જામનગર સિટી-સૌ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.સમગ્ર કાર્યવાહી સરહદો રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં પૂર્વ કચ્છ કઈઇના ઙઈં જે.એમ. વાળા, ગાંધીધામ એ-ડિવિઝન ઙય એમ. જે. રાઠોડ, ઙજઈં ડી.જી. પટેલ અને જે.ડી. પરમાર, જામનગર કઈઇના ઙજઈં એમ.વી. ભાટીયા ઉપરાંત ગુજરાત અઝજ, પૂર્વ કચ્છ કઈઇ અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની ટીમ જોડાઈ હતી.