સાવરકુંડલામાં બેકાબુ બસ ધડાકાભેર બે દુકાનો સાથે અથડાતા અફડાતફડી

બસની ટકકરથી બંને દુકાનોને નુકશાન

વહેલી સવારે અમદાવાદથી સાવરકુંડલા તરફ આવી રહેલી એક ખાનગી બસનો શહેરના જૂના બસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. બસ બેકાબૂ બની બે દુકાનો સાથે ધડાકાભેર અથડાતા દુકાનોને નુકસાન થયું હતું.
અકસ્મતમાં બસની ટક્કરથી બંને દુકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસ કયા કારણોસર બેકાબૂ બની અને અકસ્માત સર્જાયો તેનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. અકસ્માત અંગે વધુ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.
ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રિલેટેડ ન્યૂઝ