માધવપુર ચોપાટી ખાતે દરિયાના પાણીમાં પગ બોળવા જતાં દિલ્હીના મહિલા પ્રવાસીનું ડૂબી જવાથી મોત

પતિની હાલત ગંભીર
માધવપુર ઘેડની પ્રખ્યાત ચોપાટી ખાતે આજે એક અત્યંત કરુણ અને કમભાગી ઘટના સામે આવી છે. દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા એક દંપતી પૈકી પત્નીનું દરિયાના પાણીમાં પગ બોળવા જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના રહેવાસી અંજલિ શર્મા તેમના પતિ હરિ મોહન શર્મા સાથે માધવપુર દરિયાકિનારે ફરવા આવ્યા હતા. માધવપુર ચોપાટી ખાતે બંને જણા દરિયાના પાણીમાં પગ બોળવા માટે ગયા હતા. સ્થાનિક લોકો અને ચોપાટી ખાતે લારી રાખી ધંધો કરતા લોકો દ્વારા આ ટૂરિસ્ટ ને પાણી માં ન્હાવા કે પગ બોરવા ન જવા કહેલ
આ કપલ ફોટો પડવા નજીક ગયા હતા અને સ્થાનિક લોકો ની વાત ન માનતા અકસ્માત સર્જાયોતે દરમિયાન અચાનક પાણીના જોરદાર પ્રવાહ અને મોજાના કારણે બંને જણા દરિયાના ઉંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા.
આ અકસ્માતમાં અંજલિ શર્માનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેમના પતિ હરિ મોહન શર્માને સ્થાનિક લોકો અને બચાવ કામગીરી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમની તબિયત અત્યંત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક અંજલિ શર્માના પાર્થિવ દેહ (ડેડ બોડી)નો કબજો સંભાળી, તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દિલ્હી સ્થિત તેમના પરિવારજનોને આ દુ:ખદ ઘટના અંગે જાણ કરવા તજવીજ શરૂ કરી છે.
તંત્ર દ્વારા પ્રવાસીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે માધવપુરનો દરિયો કરંટ વાળો હોવાથી કિનારે જતા સમયે સાવચેતી રાખવી અને ઊંડા પાણીમાં ન ઉતરવું. .તંત્ર દ્વારા ત્યાં જવાનો પણ ડ્યુટી માં રાખવા માં આવે છે પરંતુ પ્રવાસી ઓ આ દરિયા નો નજારો જોય કોઈ પણ બહાને પાણી નજીક પહોચી જાય છે.

રિલેટેડ ન્યૂઝ