તાલાલાના પીપળવા ગીર ગામની સીમમાં જુગાર રમતાં નવ -23 બોટલ દારૂ ઝડપાયો

પોલીસે રોકડા 27 હજાર 600,થાર ફોર વ્હીલ કિ.રૂ.5 લાખ,વિદેશી દારૂની બોટલ નંગ-23 કિ.રૂ.17 હજાર 892,જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.5 લાખ 45 હજાર 492નો મુદ્દામાલ કબજે કર્યો

તાલાલા તાલુકાનાં પીપળવા ગીર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતાં નવ શખ્સોને ઝડપી પાડયા હતા.જુગારની રેડ દરમ્યાન પકડાયેલ કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 23 બોટલો નીકળતા પોલીસે વિદેશી દારૂ સાથે નવ પતાપ્રેમીઓને પકડી પાડયા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ.નરેન્દ્રભાઈ કછોટ,પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ.લાલજીભાઈ બાંભણીયા એ જુગાર દરોડા દરમ્યાન હમીર ભીમશી ચાંડેરા ઉર્ફે.ભીમા ઉ.વ.45,મેરામણ ભાયા બારડ ઉ.વ.30,ધાના કરશન બારડ ઉ.વ.45,અરજણ કરશન બારડ ઉ.વ.50,પ્રવિણ હિરા બારડ ઉ.વ.30,ભીખા ભાયા બારડ ઉ.વ.32,જીતેનનાથ બાલનાથ રાવળજોગી ઉર્ફે.જીતેન્દ્રનાથ ઉ.વ.35 રે.બધા પીપળવા ગીર,દિપક નગા ચાંડેરા ઉ.વ.32,સચીન માલદે રામ ઉ.વ.30 રે.બંને તાલાલા ગીર વાળાને ઝડપી લીધા હતાં.પોલીસે દરોડામાંથી રોકડ રૂ.27 હજાર 600 તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.પોલીસે જુગારના આરોપી સચીન માલદે રામ ની ફોર વ્હીલ થાર ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી ભારતીય બનાવટ ની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો મળી આવેલ 23 બોટલનો જથ્થો કિ.રૂ.17 હજાર 892 તથા થાર ગાડી કિ.રૂ.પાંચ લાખ મળી કુલ રૂ.5 લાખ 45 હજાર 492 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલ તમાંમ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશને લાવી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તાલાલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ