સૌરાષ્ટ્ર ઝોનના યુવા મોરચા અને ઝેન-જીની કાર્યશાળા યોજાઇ

રાષ્ટ્રગીતને કંઠસ્થ કરવા કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં યુવાનોમાં વંદે માતરમ ગીતના સંપૂર્ણ ગાન, તેના ઐતિહાસિક મહત્વ તથા રાષ્ટ્રભાવના અંગે જાગૃતિ કેળવાય અને સ્વૈચ્છિક રીતે મહત્તમ યુવાનો, બાળકો અને નાગરિકો વંદે માતરમ યુવા ઉદ્ધોષ અભિયાનમાં જોડાય તે માટે વિવિધ સ્તરે આયોજનો અને કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ આ તકે રાજકોટ મહાનગરના સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂૂધ્ધભાઈ દવે, રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રભારી પ્રતાપભાઈ પીંડારીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મંત્રી જયભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન યુવા મોરચાના આગામી કાર્યક્રમ અંગે ડેલીગેટસ અને ઝેન-જી ની એક કાર્યશાળા રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે યોજાઇ હતી. આ અભિયાન એક મહિના કરતાં વધુ સમય માટે ચલાવવાનું રહેશે. જેમાં પૂર્ણ ’વંદે માતરમ’નું ગાન કંઠસ્થ કરવું. શાળા અને કોલેજ સંપર્ક અભિયાન, જાહેર તથા સામાજીક સ્થળોએ કાર્યક્રમો, ઐતિહાસિક અને આઈકોનિક સ્થળોએ વિશેષ કાર્યક્રમો કરવા, ડિજિટલ અને સોશિયલ મીડિયા અભિયાન ચલાવવું સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવભાઈ દવે, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ, મંત્રીઓ પ્રદેશ યુવા મોરચાના તમામ શ્રેણીના હોદ્દેદારઓ, મહાનગર તથા જીલ્લામાંથી પધારેલ યુવા મોરચાના ઉપસ્થિત તમામ પ્રમુખઓ તથા પ્રભારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર યુવા મોરચા પ્રમુખ મીલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશનભાઈ ઝાલા, હિંમાશુંભાઈ રાજયગુરૂૂએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ