જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ
વિસાવદર શહેરના જાગૃત નાગરિક તથા પત્રકાર કેયુરભાઈ ગીરીશભાઈ અભાણી દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ‘નળ સે જળ’ યોજનાના કામમાં કથિત ગેરરીતિ, ખોટા બિલ- વાઉચર, અધૂરી કામગીરી તથા સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાના આક્ષેપો અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વિસાવદર નગરપાલિકાને સરકાર તરફથી નળ સે જળ યોજના અંતર્ગત શહેરના નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવા માટે કરોડોની રકમ ફાળવવામાં આવી હતી. આ યોજનાના ટેન્ડર, કામગીરી, માપણી, બિલ ચુકવણી તથા પ્રોજેક્ટના અમલીકરણમાં નિયમોનું પાલન થયું કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
ફરિયાદમાં દર્શાવાયેલા સામાવાળા/આરોપી તરીકેના (1) કરમટા રામાભાઈ નાથાભાઈતત્કાલીન ચીફ ઓફિસર, વિસાવદર નગરપાલિકા, (2) એન.બી.લાણધોજો, તત્કાલીન વહીવટદાર તથા મામલતદાર, વિસાવદર (3) કેતનભાઈ બી. કાનાણીતુલશી પ્રોજેક્ટ્સ/તુલશી ક્ધસ્ટ્રક્શન, રાજકોટના જવાબદાર વ્યક્તિ, (4) મહાવીરભાઈ તુલશી ક્ધસ્ટ્રક્શન કંપની, રાજકોટ તરફથી પેટા કોન્ટ્રાક્ટ સંભાળનાર તરીકે ફરિયાદમાં દર્શાવાયેલા, (5) બાલાશંકરભાઈ કેશવજીભાઈ જોષી તત્કાલીન એકાઉન્ટન્ટ, વિસાવદર નગરપાલિકા, (6) વિશાલ પાંભર સિવિલ એન્જિનિયર, વિસાવદર, (7) હીમાશુભાઈ એમ. ધાનાણીડિઝાઈન સર્કલ, અમરેલીના ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પેનલ એન્જિનિયરના નામ છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે યોજનામાં મંજૂર થયેલી ડિઝાઇન અને ટેન્ડરની શરતો મુજબ કેટલીક કામગીરી વાસ્તવિક સ્થળે કરવામાં આવી નથી, જ્યારે દસ્તાવેજોમાં કામગીરી પૂર્ણ થયેલી દર્શાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.ફરિયાદના મુખ્ય મુદ્દા નળ સે જળ યોજનાના કામમાં ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન થયાનો આક્ષેપ. પાઈપલાઈન અને અન્ય કામો કાગળ પર પૂર્ણ દર્શાવી વાસ્તવમાં અધૂરા રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ. જરૂરી પાઈપલાઈન, વાલ્વ તથા અન્ય સામગ્રી અંગે બિલ-વાઉચર અને વાસ્તવિક કામગીરી વચ્ચે તફાવત હોવાનો આક્ષેપ.ખોદકામ, માટી પુરાણ અને રોડ રિસ્ટોરેશનનું કામ નિયમ મુજબ ન થયાનો આક્ષેપ.જરૂરી લેબોરેટરી ટેસ્ટ, ગુણવત્તા રિપોર્ટ અને ટેકનિકલ પ્રમાણપત્રો અંગે સવાલો. સરકારીપ્રકરણમાં નિષ્પક્ષ પોલીસ તપાસ કરી ટેન્ડર ફાઈલ, વર્ક ઓર્ડર, માપપોથી, બિલ-વાઉચર, પાઈપોના સ્ટોક રેકોર્ડ, લેબોરેટરી રિપોર્ટ તથા અન્ય જરૂરી દસ્તાવેજો કબજે કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
