મૃતકના પરિવારને માછીમારનાં મૃત્યુના સમાચાર વોઇસ લેટર કિલપથી મળ્યાનો દાવો: જો કે બન્ને દેશો તરફથી સતાવાર પુષ્ટિ નહીં
પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશન ભાઈનું બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં તા. 27 ઓગસ્ટના રોજ મોત થયું હોવાના સમાચાર સામે આવતા માછીમાર પરિવારોમાં ચકચાર સાથે શોકની લાગણી ફેલાઈ છે. જોકે, આ અંગે ભારતીય તંત્ર પાસે હજુ સુધી સત્તાવાર માહિતી કે મૃત્યુ અંગેનો કોઈ રેકોર્ડ પ્રાપ્ત થયો નથી. જેના કારણે પરિવાર માટે ખુશી-ગમ વચ્ચેનો આ સમય ભારે મૂંઝવણભર્યો બન્યો છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની જેલમાં રહેલા બીજલ કરશનભાઈના પુત્ર અશ્વિનભાઈએ તેમનાપિતા નું બીમારીના કારણે અવસાન થયું હોવાનો લેટર તથા વોઈસ ક્લિપ પરિવારજનો સુધી મોકલ્યા હોવાનુંજાણવા મળ્યું છે. આ માહિતી મળતા જ કોબ ગામમાં રહેતા પરિવારજનો અને સગાંસંબંધીઓ બીજલભાઈના ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર પરિવાર માં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજલ કરશનભાઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ની બીમારી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. તેમના ચારેય પુત્રો ભરતભાઈ, અશ્વિનભાઈ, માનસિંગભાઈ અને ભાવેશભાઈ માછીમારીના વ્યવસાયસાથે જોડાયેલા છે.અશ્વિનભાઈહાલ પાકિસ્તાનની જેલમાં હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોને મળેલી માહિતી મુજબ બીજલભાઈનું કરાચીની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હોવાનું જણાવાયું છે. હાલ તેમનો મૃતદેહ કરાચી ખાતે રાખવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.બીજલભાઈના મૃત્યુ અંગેનો લેટરઅનેવોઈસ ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતા થતાં સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાયા હતા. જોકે,સોશિયલમીડિયા પરની માહિતી અને પરિવારને મળેલા સંદેશા સિવાય હજુ સુધી ભારતીય તંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ કરવા માં આવી નથી. આ ઘટનામાં એક મહત્વની બાબત એ પણ સામેઆવી છે કે આશરે બે વર્ષ અગાઉ પણ બીજલ કરશનભાઈનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હોવાની અફવા ફેલાઈ હતી.તે સમયે પણ પરિવારજનોમાં ચિંતા અનેગમગીની નુંવાતાવરણસર્જાયુંહતું. ફરી તેમના મોતના સમાચાર સામે આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. કોબ ગામના સરપંચના જણાવ્યા મુજબ, બીજલભાઈ ના મોત અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ પરિવારને મળેલા લેટર અને વોઈસ મેસેજ ના આધારેપરિવારજનોતેમના અવસાનની વાત જણાવી રહ્યા છે.
માછીમારો માટે દરિયો રોજગાર, સરહદ જોખમ બની રહી છે
ઉનાતાલુકાનાકાજરડી,કોબ,ચીખલી, ભીગરણ, પાલડી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માછીમારો પોરબંદર, જખૌ અને માંગરોળની બોટોમાં ખલાસી તરીકે રોજગારી માટે જાય છે. માછીમારી દરમિયાન દરિયાઈ સરહદની અજાણતા કે પરિસ્થિતિ ના કારણે કેટલાક માછીમારો પાકિસ્તાનની નેવી અથવા કોસ્ટગાર્ડના હાથે ઝડપાઈ જાય છે.છેલ્લા કેટલાક વર્ષો થી આ પંથકના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધહોવાનુંપરિવારજનો જણાવી રહ્યા છે. લાંબા સમય સુધીપરિવારથી દૂર રહેતા માછીમારોના પરિવારજનો સતત ચિંતા અને અનિશ્ચિતતામાં જીવન પસાર કરી રહ્યા છે. તેમાં પણ જેલમાં રહેલા કોઈ માછીમારના મોતના સમાચાર આવે ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જાય છે.
કોબ ગામ સહિત આસપાસના માછીમાર પરિવારોમાં ચિંતા
બીજલભાઈના ઘરે સગાંસંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મીડિયા ટીમો પણ તેમના ઘરે પહોંચી હતી, જ્યાં પરિવારજનોની આંખોમાં ચિંતા અને દુ:ખ સ્પષ્ટ જોવા મળતું હતું.હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાકિસ્તાનની જેલમાં બીજલ કરશનભાઈનું ખરેખર અવસાન થયું છે કે નહીં? પરિવારને મળેલો લેટર અને વોઈસ ક્લિપ સાચી છે કે નહીં? અને જો મૃત્યુથયુંહોયતોતેમનોમૃતદેહ ક્યારે ભારતપરતઆવશે? આ તમામ સવાલોના જવાબ હવે બંને દેશોની સત્તાવાર પ્રક્રિયા અને ભારતીય તંત્ર તરફથી મળનારી પુષ્ટિ બાદ જ સ્પષ્ટ થશે.
ફિશરીઝ તંત્ર પાસે પણ હજુ સત્તાવાર માહિતી નહીં
આ અંગે અમારા પ્રતિનિધિએ વેરાવળફિશરીઝવિભાગ ના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બીજલ કરશનભાઈના મૃત્યુ અંગે હાલમાં તંત્રના રેકોર્ડ પર કોઈ સત્તાવાર માહિતી આવી નથી.તેથી તેમનામૃત્યુ ની સત્તાવાર પુષ્ટિ થઈ શકતી નથી.બીજી તરફ, મૃતકના પરિવારજનોને પાકિસ્તાનમાંથી મળેલા સંદેશાઓના આધારે તેઓનું અવસાન થયું હોવાનું માની રહ્યા છે. હવે પાકિસ્તાન તરફથી સત્તાવાર માહિતી ક્યારે મળે અને મૃતદેહ ભારત પરત લાવવાની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તે જોવું રહ્યું.
