ભરણપોષણના કેસમાં પેરોલ જમ્પ કરી નાસેલો દ્વારકાનો આરોપી ઝબ્બે

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જાવીદ જુસબ પટેલિયા નામના 25 વર્ષના શખ્સ સામે થોડા સમય પૂર્વે ગીર સોમનાથની કોર્ટમાં નોંધાયેલા ભરણપોષણના કેસ સંદર્ભે અદાલત દ્વારા તેને કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી આરોપી જાવીદ પટેલિયાએ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ તે પુન: સમયસર હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરીને નાસી છૂટ્યો હતો. આ પછી એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. જગદીશભાઈ કરમુર, કુલદીપસિંહ જાડેજા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને દ્વારકા ખાતેથી ઝડપી લઇ, તેને પુન: રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે આગળની સજા ભોગવવા માટે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ