ધોરાજીના વેગડી નજીક ભાદર નદીમાં ઝંપલાવી પ્રૌઢનો આપઘાત

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આપઘાતના કારણની તપાસ હાથ ધરી

ધોરાજીના વેગડી નજીક ભાદર નદીમાંથી પ્રૌઢનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ શાંતિલાલ ઠેસીયા (ઉંમર 52 વર્ષ) તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર શાંતિલાલ ઠેસીયા ભાદર નદીમાં કૂદી પડ્યા હોવાનું અને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાના તરવૈયાઓ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા ભાદર નદીમાંથી ભારે જહેમત બાદ પ્રૌઢનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ધોરાજી પોલીસની ટીમ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતકના મોત અંગેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે તેમજ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રૌઢે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યું તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકત સામે આવશે.

રિલેટેડ ન્યૂઝ