ધારી-બગસરા-રાજકોટ બસ ઉપાડવામાં ન આવતા ડેપો મેનેજરની કડક કાર્યવાહી

બગસરા ડેપોની મહિલા કંડકટરને ફરજ મોકૂફ કરાયા

બગસરા એસ.ટી.ડેપોમાં મહિલા કંડકટરને પણ ફરજ મોકૂફીનો ઓર્ડર પકડાવી દેવામાં આવતા પેધી ગયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કંડકટર તરીકે નામ લખેલુ હોવા છતાં પોતાની ફરજમાં બેદરકાર રહેલા કંડકટર કુંજલબેન મોહનભાઈ મારૂને સસપેન્ડ કરી નાખવામાં આવ્યા છે. ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ સસપેન્શન ઓર્ડરમાં જણાવ્યું છે કે, સોમવારે બપોરે 13:4પ ની ધારી-બગસરા-રાજકોટ એક્સપ્રેસ બસમાં ફરજ સોંપેલ હોવા છતાં ફરજ પર ન આવતા 14:00 કલાકની બસના કંડકટરને આ બસમાં મોકલી આ બસને રદ કરવાની ફરજ પડેલ હતી. એક્સપ્રેસ બસ 4પ મિનિટ મોડી ઉપડેલ હતી જેથી મુસાફરોની ફરિયાદ ઉઠવા પામેલ અને નિગમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયેલ હતું. જેથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા કંડકટર કુંજલબેન મારૂને સસપેન્ડ કરવામાં આવ્યા છે. સસપેન્શન દરમિયાન ઉના ડેપો ખાતે હાજરી પુરાવવાની રહેશે. આમ, માત્ર એક અઠવાડિયામાં કંડકટર જયેશ મુંધવા, ભરત ભાંગરા અને હવે કુંજલબેન મારૂને સસપેન્ડ કરી નાખવામાં આવતા પેધી ગયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ