સાઇન ઇન ઇન્ડિયા દ્વારા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ

તાજેતરમાં સાઇન ઇન ઇન્ડિયા બેસ્ટ એમએલએ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા ને પણ બેસ્ટ ધારાસભ્યનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યના બેસ્ટ એવોર્ડ આપતા સમયે સાઇન ઇન ઇન્ડિયા દ્વારા મતવિસ્તારમાં કરેલા કામો નાગરિકો માટે લેવામાં આવેલા નિર્ણયો જાહેર ફરિયાદોના નિરાકરણ પ્રતિભાવ મતદારો સાથેની ક્રિયા પ્રતિક્રિયા સહિત અનેક મહત્વપૂર્ણ બાબતો ધ્યાને લેવામાં આવી હતી.
જેને આધારે વઢવાણ ધારાસભ્યને પણ આ બાબતો ના આધારે સાઇન ઇન ઇન્ડિયા બેસ્ટ એમ.એલ.એ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જેને લઇને સમગ્ર વઢવાણ પંથકના કાર્યકર્તાઓ નેતાઓ અને આગેવાનો અને આમ જનતામાં ખુશીની લહેર દોડી ઊઠવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ