કેશોદમાં ફેફસા, કિડનીની બિમારીથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

જૂનાગઢ તથા કેશોદ પંથકમાં કુલ 3 અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. બીજી બાજુ મરણ જનારના પરિવારજનો ઘેરા શોકમાં ડૂબ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જૂનાગઢની કેમ્બ્રીજ સોસયટીમાં રહેતા બદરબીન અબ્દુલ્લાભાઈ આનોજએ પોતાની મૃતક પુત્રી સાહીદાબેન (ઉ.વ.21) એ ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું પોલીસમાં જાહેર કરેલ છે, જ્યારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકે વિજય મનસુખ દલસાણીયાએ જાહેર કરેલ છે કે, મૃતક મનીષભાઈ મનસુખભાઈ દલસાણીયા (ઉ.વ.26) રહે. મજેવડી ગામવાળાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.
કેશોદ પોલીસ મથકે વિજયભાઈ કેશવભાઈ માકડીયાએ જાહેર કરેલ છે કે, મૃતક નયનાબેન બીપીનભાઈ માકડીયા (ઉ.વ.49) ના પતિ આજથી ચારેક વર્ષ અગાઉ મરણ ગયા હતા તથા તેઓને પાંચેક વર્ષથી ફેફસા અને કીડનીની બીમારી હોય, જેથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા મોત નિપજયુ છે.

રિલેટેડ ન્યૂઝ