શુક્રવારે દ્વારકા જગતમંદિરમાં નંદ ઘેર આનંદભર્યોનો નાદ ગુંજશે

સવારે 6 વાગ્યે મંગલાઆરતી, મંગળા દર્શન, ત્રીજીના ખુલ્લા પદડે સ્નાન, ગ્વાલ દર્શન, રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મના વધામણા થશે

આગામી શુક્રવાર તા. 4 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વ હોય, આને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરના વિવિધ દર્શનના સમયમાં ફેરફાર નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે મંદિર સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જન્માષ્ટમી નિમિત્તે આગામી શુક્રવાર તા. 4 ના રોજ સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 6 થી 8 વાગ્યા સુધી મંગળાદર્શન, સવારે 8 થી 9 શ્રીજીના ખુલ્લા પરદે સ્નાન દર્શન (અભિષેક દર્શન), સવારે 9 થી 9:45 વાગ્યા સુધી ભીતર પૂજા (દર્શન બંધ) રહેશે. સવારે 9:45 થી 10 વાગ્યા સુધી શ્રીજીના દર્શન તેમજ 10 થી 10:15 વાગ્યા સુધી સ્નાનભોગ (દર્શન બંધ) 10:15 થી 10:45 સુધી દર્શન, 10:15 થી 11 વાગ્યા સુધી શૃંગાર ભોગ (દર્શન બંધ), સવારે 11 વાગ્યે શૃંગાર આરતી, 11 થી 11:20 દર્શન, 11:20 થી 11:30 ગ્વાલ ભોગ (દર્શન બંધ), 11:30 થી 12 દર્શન, 12 થી 12:30 રાજભોગ (દર્શન બંધ) 12:30 થી 1 દર્શન બાદ બપોરે 1 થી 5 વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ) રહેશે.
શુક્રવારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે જે પોણા 6 વાગ્યા સુધી થશે. 5:45 થી 6 ઉત્થાપન ભોગ (દર્શન બંધ), 6 થી 7:30 દર્શન, 7:30 થી 7:45 સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:45 થી 8 સંધ્યા આરતી, રાત્રે 8 થી 8:10 શયન ભોગ (દર્શન બંધ), 8:10 થી 8:30 દર્શન, રાત્રે 8:30 વાગ્યે શયન આરતી, 9 વાગ્યા સુધી દર્શન અને રાત્રે 9 થી 12 વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ) રહેશે. જ્યારે રાત્રિના 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી થશે. જે દર્શન રાત્રે 2:30 વાગ્યા સુધી કરી શકાશે. મધ્ય રાત્રિના 2:30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. પારણા નોમ નિમિત્તે શનિવાર તા. 5 ના રોજ સવારે 7 વાગ્યે શૃંગાર આરતી, 7 થી 9 દર્શન, 9 થી 9:15 મધ્યાહન ભોગ (દર્શન બંધ), 9:15 થી 10 દર્શન, 10 થી 10:15 રાજભોગ (દર્શન બંધ), 10:15 થી 10:30 દર્શન અને 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજે 5 વાગ્યે ઉથાપન અને 6 વાગ્યા સુધી દર્શન બાદ સાંજે 6 થી 7 વાગ્યા સુધી અભિષેક (દર્શન બંધ) થયા બાદ સાંજના અન્ય દર્શનના ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

રિલેટેડ ન્યૂઝ