લાઠીની તરૂણી પર સામુહિક દુષ્કર્મ કરનાર ચાર શખ્સો પૈકી બેને ઝડપતી પોલીસ

એક આરોપી સુરતથી અને બીજો આણંદના તારાપુરથી ઝડપાયો, અન્ય બેને ઝડપવા તજવીજ હાથ ધરાઈ

દામનગર પોલિસ સ્ટેશનના ઇગજ કલમ 64(2)(શ), 64(2)(ળ),65(1), 70(2),75(2), 351(3),352, 356(2),3(5) પોકસો ક 4,6,10,12,17 તથા આઇ.ટી.એક્ટ ક.66(ઇ), 67(બી) મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા સાગરભાઇ વિપુલભાઇ નાથાણી ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ આધારે સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી તા.30 ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.
આ બનાવમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી એક 16 વર્ષીય તરૂણી લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા આરોપી ભૌતીક વિપુલભાઇ તળાવીયાએ તેણી સગીરવયની હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ ભોગ બનનારને તેના ઘરના સભ્યોને જાનથી પતાવી દેવાની ધમકી આપી ગત તા.21/11/24 થી તા.11/8/26 ના સમયગાળા દરમ્યાન ભોગબનનાર તરૂણી પાસે ગંદા વિડીયો અને ફોટા બનાવડાવી વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ સાથે અવાર-નવાર બળાત્કાર કરેલ હતો.
તેમજ લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા બીજા આરોપી નિકુલ રાજુભાઇ ડેર એ પણ ભોગબનનારના ગંદા વિડીયો અને ફોટો તેની પાસે છે. અને તેને વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરેલ તેમજ ભોગબનનારનો ગંદો વિડીયો વાયરલ પણ કરેલ હતો.
લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા આરોપી સાગર વિપુલભાઇ નાથાણી તથા જોગડદાસ રાવળે પણ ભોગબનનારના ગંદા વિડીયો અને ફોટો વાયરલ કરવાની તથા બદનામ કરવાની ધમકી આપી, જાતીય સતામણી કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આમ આ ચારેય આરોપીઓએ ભોગબનનાર તરૂણી સાથે શરીર સંબંધ બાંધવાના સમાન ઇરાદા સાથે આરોપી ભૌતીક વિપુલભાઇ તળાવીયા અને નિકુલ રાજુભાઇ ડેરે બળાત્કાર કરી તથા આરોપી સાગર વિપુલભાઇ નાથાણી તથા જોગડદાસ રાવળે ભોગબનનારને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી સામુહિક બળાત્કાર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીને સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી તા.30 ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ