રૂ.4 કરોડની જમીન ખૂલ્લી કરાવતું તંત્ર મેંદરડાના ગડકીયા ગામે ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યુ

મેંદરડાના ગડકીયા ગામે ગેરકાયદે દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી 4 કરોડની કિંમતી જમીન ખૂલ્લી કરાવી હતી. સરકારી જમીન પર કબજો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ બાબત ની ચોક્કસ માહિતી મુજબ મેંદરડા મામલતદાર નિલેશ વસાણીના જણાવ્યા અનુસાર ગીર જંગલ વિસ્તાર ની જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણ કરી જેમાં ખેતીલાયક અને બિનખેતી જમીન પર અનેક દબાણ બાદ ફાર્મ હાઉસ અને રિસોર્ટ બનાવવા માં આવેલ છે ત્યારે તંત્ર દ્વારા અનેક વખત નોટિસો ફટકારી છતાં દબાણો અને બિન કાયદેસર રીતે કબજાઓ ખાલી ન થતા આજે મામલતદાર નિલેશ વસાણી દ્વારા પોલીસ કાફલા સાથે ડીમોનેશન હાથ ધરવામાં આવ્યું મામલતદાર નિલેશ વસાણી દ્વારા પોલીસ કાફલા સાથે સંપૂર્ણ બંદોબસ્ત સાથે ગત તા.29/8 થી શરૂ કરવામાં આવેલ ગેરકાયદેસર ચાલતા ફાર્મ હાઉસ રિસોર્ટ પર પીલા પંજા જેસીબી ચલાવી બાંધકામ તોડી પાડવામાં આવેલ હતુ અને આવનારા દિવસોમાં અન્ય રિસોર્ટ કે ફાર્મ હાઉસ ગેરકાયદેસર રીતે ચલાવતા હોય અને સરકારી જમીન ઉપર કબજો લઈ બેઠા હોય તેવા ભૂ માફિયાઓ સહિત માં ફફડાટ ફેલાયો છે હવે આગળ જોવાનું રહ્યું તંત્ર દ્વારા આગળની ગતિવિધિઓ કેવી ચલાવે છે

રિલેટેડ ન્યૂઝ