ઉના પાસે સનખડાના પરિવારની વ્હારે દોડી આવી ગીર સોમનાથ પોલીસની 112 જનરક્ષક PCR

પેટ્રોલ ખૂટી ગયું, બાળકને આવી આંચકી, ઙઈછ બની સંજીવની
કોઈ કોલની રાહ જોયા વિના બે વર્ષના બાળકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યું

રસ્તા પર પેટ્રોલ ખૂટી જતાં એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો, ત્યાં જ તેમના માત્ર બે વર્ષના માસૂમ પુત્રને અચાનક આચકી આવતાં પરિસ્થિતિ ગંભીર બની હતી આવી કટોકટીની ઘડીએ મદદ માટે કોઈ લાંબીપ્રક્રિયાની રાહ જોયા વિના ગીર સોમનાથ પોલીસની 112 જન રક્ષક ઙઈછ ટીમ પરિવારની વ્હારે આવી હતી. પોલીસે માસૂમ બાળકને તેના માતા-પિતા સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ 30 ઓગસ્ટ ના ઉના ના સામતેર ઙઈછ, ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સવારે આશરે 11:25 વાગ્યે સનખડા ગામના વિક્રમભાઈ રાઠોડ પોતાની મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી જતાં ઙઈછ ટીમને રોકી મદદ માંગી હતી.પરંતુ મદદ માંગવાનું કારણ માત્ર પેટ્રોલ પૂરતું ન હતું.વિક્રમભાઈએ પોલીસને જણાવ્યું કે તેમના માત્ર બે વર્ષના પુત્ર દિગ્વિજયસિંહને રસ્તામાં અચાનક આચકી આવી રહી છે, જેના કારણેબાળકનેતાત્કાલિક તબીબી સારવારની જરૂર છે. બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ સામતેર ઙઈછના ઇન્ચાર્જ અજઈં ભરતભાઈ વાજા, ઓપરેટર ઙઈ વિપુલભાઈ સોલંકી ૠટઊં ડ્રાઇવર નરેન્દ્રસિંહ ગોહિલ એ ક્ષણભરનો પણ વિલંબ કર્યો નહોતો.
કોઈ ઇમર્જન્સી કોલની રાહ જોયા વગર ઙઈછ ટીમે બાળક તેના માતા-પિતાને પોતાના વાહનમાં બેસાડી તાત્કાલિક ઉના એપેક્ષ હોસ્પિટલ તરફ દોડાવી દીધા હતા.પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે બાળકને સમયસર તબીબી સારવાર મળી શકી હતી. બાળકને ઉના એપેક્ષ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતા ઇમર્જન્સી વિભાગના તબીબ ડો. રાજનીકાંત જાલોધરા ડો.જયરાજભાઈ જાદવએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.આશરે અડધો કલાક સુધી સારવાર અને તબીબી દેખરેખ બાદ તબીબોએ બાળક ને હાલ તાત્કાલિક ખતરાથી બહાર હોવાનું જણાવ્યું હતું અને આગળની સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી.

પોલીસની ખાખીમાં દેખાઈ માનવતાની સફેદ ઝલક
કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ સાથે પોલીસ જ્યારે જરૂરિયાતમંદ નાગરિકની કટોકટીની ઘડીએ મદદમાટે આગળ આવે છે, ત્યારે ખાખી વર્દીનું માનવીય સ્વરૂપ પણ સામે આવે છે. સામતેર ઙઈછ ટીમે આ ઘટનામાં માત્ર ફરજ બજાવી નથી, પરંતુ સમયસર મદદ કરીને એક માસૂમના જીવનને તાત્કાલિક તબીબી સારવાર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.બાળકની સારવાર બાદ પરિવારજનોએ ગીર સોમનાથ પોલીસની ઙઈછ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ