ઉનાના કંસારી ગામે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના બાંધકામ : ગ્રામજનોનો વિરોધ

રેડિએશનથી આરોગ્યને નુકસાનની આશંકા વ્યક્ત કરી બાંધકામ અટકાવવાની માંગ: સરપંચ સહિત તંત્રને લેખિત રજૂઆત

ઉના તાલુકાના કંસારી ગામમાં જૂના ગામતળ વિસ્તાર માં રહેણાંક મકાનોની નજીક મોબાઈલ કંપનીના ટાવર ના બાંધકામને લઈને સ્થાનિક ગ્રામજનોમાંવિરોધજોવા મળ્યો છે. બલાડમાંના મંદિર નજીક રહેતા ગ્રામજનોએ ટાવરનું બાંધકામ તાત્કાલિક અટકાવવા માટે કંસારી ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી છે.
ગ્રામજનોની રજૂઆત મુજબ, રહેણાંક વિસ્તારની નજીક મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવી રહ્યો છે. ટાવરના રેડિએશનથી નાના બાળકો સહિત સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય પર વિપરીત અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત, ટાવર ઊભો કરવામાં આવી રહેલી જગ્યા જૂના ગામતળ વિસ્તારમાં આવેલી હોવાનો તથા ત્યાં કાયદેસર રસ્તાની સુવિધા ન હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે ટાવરનું બાંધકામ શરૂ કરતા પહેલાં આજુબાજુના રહેવાસીઓ ને કોઈ જાણ કરવામાં આવી નથી. અગાઉ પણ કંસારી ગામમાં અન્ય ત્રણ સ્થળે મોબાઈલ ટાવર માટે મંજૂરી ન મળતા બાંધકામ અટકાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ટાવરની આસપાસ નાના બાળકો રમતા હોવાના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ગ્રામજનોએ ઉઠાવ્યો છે.ચોમાસા દરમિયાન ભારે પવન કે વાવાઝોડા માં ટાવર ધરાશાયી થઈ નજીકના મકાન કે વ્યક્તિને નુકસાન થાય તેવી સ્થિતિમાં સલામતીની જવાબદારી અંગે પણ તંત્ર પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે. ગ્રામજનોએ બાંધકામ અટકાવવા માટે અરજી કરી હોવાનું જણાવ્યું છે.અરજીની નકલો ગ્રામ પંચાયત કંસારી ઉપરાંત તાલુકા પંચાયત,મામલતદાર , પ્રાંત અધિકારી પોલીસને રજુઆત કરી છે

રિલેટેડ ન્યૂઝ