સાવરકુંડલામાં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરનો 98મો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

1928-29થી આજ સુધીની પરંપરા જાળવી ત્રણ દિવસ જન્માષ્ટમી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

સાવરકુંડલા શહેરના મહુવા રોડ સ્થિત વ્યાયામ મંદિર કેમ્પસ ખાતે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરનો 98મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. વર્ષ 1928-29થી આજદિન સુધી જન્માષ્ટમી ઉત્સવની અવિરત પરંપરા જાળવી રાખનાર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર દ્વારા તા. 2, 3 અને 4 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસ દરમિયાન સંગીત, સંસ્કૃતિ અને પરંપરાગત વ્યાયામની વિવિધ કલાઓ સાથે સંસ્થાની શૈક્ષણિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓને પણ ઉજાગર કરવામાં આવશે.
પ્રથમ દિવસે સંગીત સંધ્યાનો કાર્યક્રમ તા. 2 સપ્ટેમ્બર, 2026, બુધવારના રોજ રાત્રિના સવા નવ કલાકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે સંગીત સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેશે, જ્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
તા. 3 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ સાંજના 4:00 કલાકે લોકાર્પણ તથા ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે માનનીય જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી તથા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા ઉપસ્થિત રહેશે.
તા. 3 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ રાત્રિના 8:30 કલાકે ટ્રસ્ટ સંચાલિત વિવિધ વિભાગો દ્વારા ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેશે.
અતિથિ વિશેષ તરીકે પરશુરામભાઈ શાંતિભાઈ મહેતા, બાદલભાઈ તથા પવનભાઈ દોશી, ચિંતનભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ બગડા તથા સંજયભાઈ શાહ ઉપસ્થિત રહેશે.
તા. 4 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ રાત્રિના 8:00 કલાકે ટ્રસ્ટ સંચાલિત વિવિધ વિભાગો દ્વારા પરંપરાગત વ્યાયામના પ્રયોગોનો વિશેષ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે સુભાષભાઈ દોશી પરિવાર, શાંતિભાઈ મહેતા પરિવાર, રામજીભાઈ બગડા પરિવાર તથા પ્રફુલભાઈ શાહ પરિવાર ઉપસ્થિત રહેશે.
98મા વાર્ષિક ઉત્સવના સમગ્ર આયોજનમાં સંસ્થાના નિમંત્રક તરીકે પ્રવીણભાઈ પારેખ (પ્રમુખ), ડો. દીપકભાઈ શેઠ (ઉપપ્રમુખ), ગુણવંતભાઈ ત્રિવેદી (ખજાનચી), વિનુભાઈ રાવલ (મેનેજિંગ ટ્રસ્ટી), મુકુંદભાઈ નાગણેચા(મેનેજિંગ ટ્રસ્ટી), કેતનભાઈ ખુમાણ (ક્ધવીનર, શતાબ્દી મહોત્સવ કમિટી) પરેશભાઈ જોશી (કેમ્પસ ડિરેક્ટર), ધર્મેશભાઈ રાઠોડ (પ્રિન્સિપલ) તથા મતી રેખાબેન ઓડેદરા (પ્રિન્સિપલ) સહિતના હોદ્દેદારોનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ