રાજૂલા પોલીસે સાઈબર ફ્રોડમાં ગયેલ રૂા.99,900 રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલ્યો

આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઇ

રાજુલા પોલીસ સ્ટેશન બી.એન.એસ.ક.318(2) તથા આઇ.ટી.એકટ ક.66(સી) મુજબના સાયબર ફ્રોડના ગુન્હાનો ભેદ ઉકેલી રાજુલા પોલીસ સ્ટેશન ટીમેં આરોપીને પકડી પાડી સાયબર ફ્રોડમા ગયેલ કુલ રૂ.99,900 રીકવર કરેલ છે
આ ગુન્હાની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીનો મોબાઇલ કોઇ અજાણ્યા માણસે હેક કરેલ અને બાદ ફરીયાદના અડઈંજ બેંક ના એકાઉન્ટમાથી ફરીયાદની જાણ બહાર ફરીયાદના ફોનને હેક કરી અને ઓપરેટ કરી કટકે કટકે અલગ અલગ ટ્રાન્જેક્શન કરી હેમંતકુમાર નામના વ્યક્તિના ખાતાા કટકે કટકે આ કામના ફરીયાદી પાસેથી કુલ રૂપિયા 99,900 ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ હતો. બાદ આ કામના ફરીયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા તેમણે સાયબર ફ્રોડ હેલ્પ લાઇન 1930 ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા કલમ 318(2) તથા આઇ.ટી.એકટ ક.66(સી) મુજબનો ગુન્હો રજી થયેલ પોલિસ ઇન્સ. વી.એમ.કોલાદરાએ ગુન્હાની ગંભીરતા લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ અને અલગ અલગ દિશામાં તપાસ કરવા સુચન કરેલ અને રાજુલા પોલિસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ુ ગુન્હામા ટેકનીકલ એનાલીસીસ આધારે બેંક ખાતામા રૂપીયાના ટ્રાન્સકેશન થયેલ હોય અને જે રૂપીયા રોકડમા ઉપાડવામા આવેલ બાદ વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપી હેમંતકુમાર અનિલસિંહને ઉતરપ્રદેશના દેવરીયા શહેર ખાતેથી ઝડપી પાડી અને ફ્રોડમા ગયેલ તમામ રૂપીયા 99,900/- રીકવર કરરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ