વાંકાનેરમાં કારમાંથી 600 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી 600 લીટર દેશી દારૂ, બલેનો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.6,25,000/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસની સર્વેલન્સ ટીમ કામગીરીમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, જીજે-36-એપી-9251 નંબરની બ્લ્યુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જવાની છે.બાતમીના આધારે જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હોય તે દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા કારને અટકાવી તપાસ કરતા તેમા 600 લીટર દેશી દારૂ કિ.રૂ.1,20,000/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી હિમાંશુ જશવંતભાઈ સોલંકી રહે. સો ઓરડી ચામુંડાનગર મોરબી-2 વાળાને દારૂ ઉપરાંત રૂ.5 લાખની બલેનો કાર અને રૂ.5 હજારનો મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ.6,25,000/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ આરોપી તથા ટોઅસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

રિલેટેડ ન્યૂઝ