વાહન ચાલકો પાસેથી રૂપીયા ઉઘરાવી પાર્કિંગની છૂટ અપાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ
ધ્રાંગધ્રાના મુખ્ય ગણાતા રોકડીયા હનુમાન સર્કલ અને ટ્રાફિક પોઇન્ટ નજીક જ કાયદાના ધજાગરા ઉડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી જે વિસ્તારને તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ પોલીસ અને તંત્રની નાક નીચે ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો ધમધમી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, અહી વાહનચાલકો પાસેથી મહિને રૂ. 300થી 1000 સુધીનો હપ્તો ઉઘરાવીને આડેધડ પાર્કિંગ કરવાની છૂટ આપવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. ઘાટ દરવાજાથી રોકડીયા હનુમાન સર્કલ સુધીનો અડધો કિલોમીટરનો માર્ગ હવે સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ ગેરકાયદે પાર્કિંગ માટે જ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હળવદ અને સુરેન્દ્રનગર રૂટ પર દોડતી 200થી વધુ ઈકો ગાડીઓ અને ગ્રામ્ય પંથકની રિક્ષાઓ અહીં કલાકો સુધી ખડકાયેલી રહે છે. આ વિસ્તારમાં સરકારી હોસ્પિટલ અને શાળાઓ આવેલી હોવાથી દર્દીઓ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને શાળાએ જતા બાળકો ભારે ટ્રાફિક વચ્ચે જીવના જોખમે પસારથવા મજબૂર બન્યા છે. આ દૂષણથી કંટાળીને ધ્રાંગધ્રાનાજાગૃત નાગરિક અને વકીલપ્રવિણભાઈ હરીષભાઈ શુકલેરેન્જ આઈજી, કલેક્ટર, એસપીઅને ડીવાયએસપી સહિતનાઉચ્ચ અધિકારીઓને લેખિતમાંકડક રજૂઆત કરતા સમગ્રપંથકમાં ચકચાર મચી ગઈ છે.બીજી તરફ પ્રવિણભાઇનેસોશિયલ મીડિયામાં રિક્ષાના રૂ.300 અને ઇકો ગાડીના રૂ. 1000લેવા હોવાની લોકોએ કોમેન્ટ કરી હતી.
ધ્રાંગધ્રાને 25 જેટલા ટીઆરબી જવાનો ફાળવવામાં આવ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમન થતું નથી. ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે. નો-પાર્કિંગના બોર્ડ લગાવીને જવાબદારી પૂર્ણ સમજી લેતું પાલિકા તંત્ર કાયમી પે-એન્ડ-પાર્કિંગ કે વિકલ્પ સ્ટેન્ડ બનાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.
