શ્રાવણ વદ ચોથ અને પાંચમની સંયુક્ત તિથિએ શ્રી સોમનાથ મહાદેવને ‘શ્રી ગણપતિ દર્શન’ શૃંગાર


મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીગણેશજીની પ્રતિકૃતિના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા

શ્રાવણ વદ ચતુર્થી અને પંચમીની સંયુક્ત તિથિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને મનોહર “શ્રી ગણેશ શૃંગાર” કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની દિવ્ય પ્રતિકૃતિ કંડારી વિવિધ સુગંધિત પુષ્પો, ચંદન તથા પૂજન દ્રવ્યો વડે મહાદેવને અલંકૃત કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે અને ચતુર્થી તિથિ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઉપાસનાનો દિવસ છે. શ્રાવણ માસની સંકષ્ટ ચતુર્થીના પાવન અવસરે સોમનાથ મહાદેવના આ ગણેશ દર્શન શૃંગાર દ્વારા ભાવિકોને બંને દેવોના એકસાથે દર્શન કરવાનો પરમ લહાવો પ્રાપ્ત થયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર, જ્યોતિર્લિંગ પર શ્રીગણેશ શૃંગારમાં મહાદેવ અને ગણેશજીના સંયુક્ત દર્શન કરવાથી ભક્તોના તમામ વિઘ્નો દૂર થાય છે અને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાદેવ દર્શનાર્થીઓના તમામ કષ્ટો અને પાપોનું નિવારણ કરે છે, જ્યારે શ્રીગણેશજી તેમને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના આશીર્વાદ પ્રદાન કરે છે.

રિલેટેડ ન્યૂઝ