દીવથી પેટ્રોલ ખાલી કરીને પરત ફરતું ટેન્કર બેફામ ઝડપે ધડાકાભેર અથડાયું શાળા અને રહેણાંક વિસ્તાર નજીક અકસ્માત છતાં મોટી દુર્ઘટના ટળી
ઉના તાલુકાના સોનારી ગામે દીવથી પેટ્રોલ ખાલી કરીને પરત ફરી રહેલા પેટ્રોલ ટેન્કર ૠઉં-12-ઇઢ-4132ના ચાલકે કથિત રીતે નશાની હાલતમાં બેફામ હંકારી અકસ્માત સર્જતા ભારે ચકચાર મચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. દરમિયાન ટ્રકની કેબિનમાંથી વિદેશી દારૂનીબોટલ પણ જોવા મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
મળતી માહિતી મુજબ ટેન્કર બેફામ ઝડપે સોનારી ગામમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સૌપ્રથમ રોડની બાજુમાં ખડકાયેલા પથ્થરો સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પથ્થરો રોડ પર ખસી જતાં થોડા સમય માટે માર્ગ પર અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ત્યારબાદ ટેન્કર આગળ ધસી જઈ અંદાજે 50 મીટર જેટલું અંતર કાપ્યા બાદ રોડ નજીક આવેલી એક દુકાન પાસે જઈને અટક્યું હતું.
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી સમગ ્રબનાવ અંગે તપાસ હાથ ધરી હતી. ટેન્કરની કેબિનમાંથી વિદેશી દારૂની બોટલ મળી હોવાની ચર્ચા વચ્ચેચાલક નશામાં હતો કે કેમ તે સહિતના મુદ્દેપોલીસે તપાસ શરૂ કરી હતી. શાળા અને રહેણાંક વિસ્તાર નજીક હોવાથી ચિંતા અકસ્મત સ્થળની બાજુમાં જ શાળા આવેલી છે તેમજ આસપાસ 5થી 6 જેટલા મકાનો અને દુકાનો પણ આવેલા છે. સદનસીબે અકસ્માત સાંજના સમયે ન સર્જાતાં મોટી જાનહાનિ ટળી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે જોશાળાછૂટવાનાસમયેઆપ્રકારનો અકસ્માત સર્જાયો હોત તો વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત સ્થાનિકો એ આવા ભારે વાહનોની ઝડપ અને ચાલકોની બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ શાળા અને રહેણાંક વિસ્તાર પાસે વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવાની માંગ ઉઠાવી છે.
