Jai Hind

માળિયાહાટીના : દીપડાને પકડવા વન વિભાગ ધંધે લાગ્યું : ફરી પાંજરૂ મુકાયું

બે દિવસ પહેલા સાતમના દિવસે સમી સાંજે માળીયાહાટીના માં લીમડા ચોક જેવા ભરચક વિસ્તારમાં દીપડો આવી જતા લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો આર એફ ઓ શ્રી મકવાણા અને વન વિભાગની ટીમે આખી રાત સુધી દીપડાને પકડવા માટે મહેનત કરી હતી પણ ચતુર અને કાબેલ દીપડો વન વિભાગને હાથ માં આવ્યો નહીં. આમ આમ વન વિભાગ ની ટીમ દીપડાને પકડવા માટે ભારે જહેમત કરે છે પણ ચતુર દિપડો એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ચાલ્યો જાય છે વન વિભાગ એ કટલેરી બજારમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે અને લીમડા ચોકમાં ફરી પાછું ત્રીજી વખત દીપડા ને પકડવા માટે પાંજરું મૂક્યું છે.