રાજકોટ-સોમનાથ સેક્શનમાં શાહપુર-લુશાલા વચ્ચે કર્વ નંબર-39 ના રી-એલાઇનમેન્ટ કાર્યને મંજૂરી મળી છે. આનાથી ગતિ મર્યાદાઓમાં તબક્કાવાર રાહત મળશે અને ભવિષ્યમાં ટ્રેનોના સંચાલનને વધુ સુગમ તેમજ સમયબદ્ધ બનાવવામાં મદદ મળશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કાર્ય માટે 8 સપ્ટેમ્બર, 2026ના રોજ બ્લોક લેવામાં આવશે, જેના કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
1) ટ્રેન 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ 8 સપ્ટેમ્બરના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 20 મિનિટ મોડી ઉપડશે.
2) ટ્રેન 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 8 સપ્ટેમ્બરના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.
3) ટ્રેન 59421 રાજકોટ-વેરાવળ લોકલ 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી ઉપડીને જૂનાગઢ સુધી જશે. આમ આ ટ્રેન જૂનાગઢ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ. લજ્ઞદ.શક્ષ પર ઉપલબ્ધ વિગતો જોઈ શકે છે.